સુરતમાં ભારતીય જનતા પાર્ટી લખેલી મર્સિડીઝ કારમાંથી દારૂ પકડાયો, રાકેશ ચૌહાણની ધરપકડ…

1960
Published on: 8:51 pm, Mon, 8 March 21
  • અડાજણના રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગમાં પોલીસનું ચેકિંગ
  • કારમાંથી 28800 રૂપિયાનો દારૂ મળ્યો, એકની ધરપકડ

ગુજરાતમાં અવારનવાર રાજકીય નેતાઓની ગાડીઓમાંથી દારૂ ઝડપાતો હોયા છે, ત્યારે સુરતમાં ભાજપ લખેલી કારમાંથી દારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણની રોયલ ટાઈટેનિયમમાં પોલીસની તપાસ આરંભી દેવામાં આવી છે, જેમાંથી એક મર્સિડિઝ કારમાંથી રૂપિયા 28 હજારનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે 2 આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 સુરતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવો કીમિયો અપનાવતા હોય છે. પરંતુ હવે બૂટલેગરો પણ હાઇટેક બની ગયા છે. અને લક્ઝુરીયસ કારમાંદારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સુરતની અડાજણ  પોલીસે આવા જ એક બુટલેગરને ઝડપી પાડ્યા છે. અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી.

સુરતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવો કીમિયો અપનાવતા હોય છે. પરંતુ હવે બૂટલેગરો પણ હાઇટેક બની ગયા છે. અને લક્ઝુરીયસ કારમાંદારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સુરતની અડાજણ  પોલીસે આવા જ એક બુટલેગરને ઝડપી પાડ્યા છે. અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી.

 પોલીસે સમગ્ર મામલે કાર અને દારૂ કબજે લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ખુલાશો થયો કે આરોપીને આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો.

અડાજણ પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આ‌વી હતી. તેની કિંમત 28800 રૂપિયા થાય છે.

પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ(રહે. આંબેડકર આવાસ,કેનાલ રોડ,ઉગત) ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે.

જેના લીધે પોલીસે રાકેશ સાથે ભરત વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કર્યો હતો. અને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. જો કે વધુમાં પોલીસને જાણવા મળ્યું કે આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317