સુરત : પાંડેસરામાં કર્ફ્યૂમાં બૂટલેગરના લગ્ન, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બૂટલેગરની ધરપકડ…

472
Published on: 3:10 pm, Fri, 28 May 21
  • કર્ફ્યૂ લાગી ગયો હોવા છતાં મોડી રાત સુધી જમણવાર ચાલ્યો
  • પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી 10ની અટકાયત કરી
  • કોરોના ગાઇડ લાઇનનો ઉલાળિયો,કર્ફ્યૂ વચ્ચે મોટી સંખ્યામાં લોકોને બોલાવી નિયમોના ધજાગરા ઉડાવ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરમાં સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. કર્ફ્યૂનો સમય લાગી ગયા બાદ પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી છે.

પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો વાયરલ થયો છે. જોકે, પહેલો પ્રસંગ પોલીસનો હતો હવે બૂટલેગરનો પ્રસંગ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નામચીન બૂટલેગરના લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇ઼ડલાઇન કરતાં વધુ મહેમાનો એકઠા થયા હતા. જોકે, સ્થાનિકોએ વીડિયો વાયરલ  કરતાં આખરે ફરજિયાતપણે ‘ખાખી’ મહેમાન ત્રાટક્યા હતા. જોકે, આ પ્રસંગમાં સુરતની પાંડેસરા પોલીસને ફરજિયાતપણે ત્રાટકવું પડ્યુ હતું.

પોલીસ દ્વારા બૂટલેગરની સામે કાર્યવાહી

મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બૂટલેગરની સામે પોલીસે પગલાં લીધા છે અને ધરપકડ કરી છે. તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

જોકે, પોલીસે આ વખતે ચુક કરી નહોતી. મોકાની નજાકતને જોતા પોલીસ આ પ્રસંગમાં 10 વ્યક્તિની અટકાયત કરી સાથે સાથે બૂટલેગર સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે અહીંયા પ્રશ્ન એ છે કે સામાન્ય માણસને લગ્ન કરવા હોય તો પોર્ટલ પર જઈને પરવાનગી લેવી પડે, કંકોતરીઓ પુરાવા તરીકે આપવી પડે ત્યારે એક બૂટલેગરની ‘માંગલિક મહેફિલ’માં પોલીસને છેક સુધી માહિતી ન મળે તે વાત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. જોકે, પોલીસે અંતે કાયદસેરની કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો છે પરંતુ આ પ્રસંગે પોલીસને દોડતી કરી નાખી એમાં પણ બે મત નથી.

Accused flees from Pandesara: Attempt to murder: Accused flees from  Pandesara lock-up | Surat News - Times of India

સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બે દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317