ચુસુલ-મોલ્ડો સીમા ચોકી પર ચીની જવાનને ચીની સેનાને પરત સોંપવામાં આવ્યો

436

ભારતીય સેના

ચુસુલ-મોલ્ડો સીમા ચોકી પર ચીની જવાનને ચીની સેનાને પરત સોંપવામાં આવ્યો

પૂર્વી લદ્દાખમાં ભારતીય સેના દ્વારા પકડાયેલા ચીનમાંથી ભટકી ગયેલા જવાનને બુધવારે સવારે છોડી દીધો છે. પ્રોટોકલનું પાલન કરતા જવાનને ચીની સેનાને પરત કરી દીધો છે. ચીની જવાનને પરત કરવાના ભારતીય સરકારના નિર્ણયને આ અઠવાડીયે ચીન-ભારત કમાન્ડર સ્તરની વર્તાના આઠમાં તબક્કાના પહેલા સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

જો કે, કેટલાક લોકો માને છે કે ભારતને આગામી ચર્ચા વિચારણામાં વધારે ઈમાનદારી અને ઓછા ઉત્તેજક પગલાઓ લેવા જોઈએ. નોંધનીય છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના એક સૈનિકને પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાં સોમવારના રોજ ત્યારે પકડી લેવામાં આવ્યો હતો જ્યારે તે એલએસી પર રસ્તો ભૂલીને ભારતીય વિસ્તારમાં પ્રવેશી ગયો હતો.

ભારતીય સેનાએ સોમવારના રોજ એક નિવેદન જાહેર કર્યું હતું કે ચીની જવાનોની ઓળખ કોર્પોરલ વાંગ યા લાન્ગના સ્વરપમાં કરવામાં આવી હતી અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ચુસુલ-મોલ્ડો સીમા ચોકી પર તેને ચીની સેનાને સોંપી દેવામાં આવ્યો છે.

પીએલએના વેસ્ટર્ન થિએટર કમાન્ડના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ શુઈલીએ સોમવારે રાત્રે એક નિવેદનમાં કહ્યટું હતું કે, ચીનને આશા છે કે 18 ઓક્ટોબરની સાંજે સ્થાનીક ભરવાડના અનુરોધ પર એક યાકને પરત લાવવામાં મદદ કરવામાં ચીન-ભારત સીમા વિસ્તારમાં રસ્તો ભટકી ગયેલા અમારા ચીની જવાનને ભારત જલ્દી પોતાના સ્વદેશ પરત મોકલી દેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ