બ્રિટન : 30 દેશો બાદ આખરે ભારતે પણ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર 31 ડિસે. સુધી મૂક્યો પ્રતિબંધ

483
કોરોના ઈફેક્ટસ
UKમાં કોરોનાની વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પરિવહન મંત્રાલયે આગામી 31 ડિસેમ્બર સુધીની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણયના સંજોગોમાં જે મુસાફરો યુ.કેથી ટ્રાન્ઝિટ ફ્લાઈટ દ્વારા 22 ડિસેમ્બર મધરાત પહેલાં ભારત આવી રહ્યાં છે તેમનો ઍરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

બ્રિટનમાં કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવવાથી ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવનાર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીનો રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી સોમવારે આ જાણકારી આપવામાં આવી છે.

Coronavirus: RT-PCR tests made mandatory for passengers coming to India  from UK before flight ban

ટ્વીટ કરીને આપાઇ જાણકારી

ભારત સરકાર દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે બ્રિટનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બ્રિટનથી ભારત સુધીની તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર 2020 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ 22 ડિસેમ્બરની મધ્યરાત્રિથી થશે. આ પહેલા આવતા લોકો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

અમદાવાદના ડૉક્ટર્સે પણ સરકારને ચેતવી હતી

અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર મોના દેસાઈએ ચેવણીના સ્વરે કહ્યું હતુ કે, ભારતમાં સમયસર પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવી જોઇએ.  ડો.મોના દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે, બ્રિટેનનો કોરોના સ્ટ્રેઇન અહીં પણ પગપેસારો કરી શકે છે. હજુ સુધી કોરોના સ્ટ્રેઇનના લક્ષણો સામે આવ્યા નથી જ્યારે હાલ આપણે વેક્સિન આપવાના ચરણમાં છીએ ત્યારે આ રીસ્ક લેવું ખોટું છે કારણ કે નવો કોરોના સ્ટ્રેઇન પર વેક્સિનની અસર કરે છે કે નહી તે પણ મોટો સવાલ છે.

flights will resume from today

સાઉદી અરેબિયાએ એવા પણ સંકેત આપ્યા છે કે કોરોનાના વધતા પ્રકોપને જોતા ફ્લાઇટ્સના પ્રતિબંધને વધારવામાં પણ આવી શકે છે. સાઉદી અરબે દરિયાઇ બંદરો પણ બંધ કરી દીધા છે. સાઉદી અરબ સરકારે છેલ્લા ત્રણ મહિનામાં યૂરોપીય દેશોથી પાછા ફરેલા લોકોને તાત્કાલિક કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે આ પ્રતિબંધની માલવાહક ઉડાનો ઇમરજન્સી સર્વિસ પર કોઇ અસર નહીં પડે.

કોરોનાની નવી તાણ શું છે

બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેઇન VUI-202012/01 મળી આવ્યું છે, જેના પછી વિજ્ઞાન જગતમાં હલચલ તીવ્ર થઈ રહી છે. બ્રિટને પણ અહીં તેની સખતાઇ વધારી દીધી છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યુરોપના ઘણા દેશોએ યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાના આ નવા સ્ટ્રેન પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ