પંજાબ
મીઠાઈની દુકાનના મોટા વેપારી રાકેશ કુમાર પાઠકની દીકરીના ગઈકાલે 10 ડિસેમ્બરના દિવસે લગ્ન હતા. આ સમયે બહેનની ડોલી ઉઠે તે પહેલા તો ભાઈની અર્થી ઉઠી હતી
બહેનના લગ્નમાં પિતરાઈ ભાઈ આશિષને રૂપિયા ઉડાડતી વખતે હાર્ટ-અટેક આવી જતાં તે ઢળી પડ્યો અને જોત-જોતાંમાં જ તેનું મોત થતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બહેનના લગ્નની ડોલી પહેલાં તેના પિતરાઈ ભાઈની અર્થી ઊઠી હતી. મહત્ત્વનું છે કે 10 ડિસેમ્બરે રાકેશ કુમાર પાઠકની દીકરીના લગ્ન અમરદીપ પેલેસમાં હતા.
ક્યારેક ક્યારેક ખુશીના માહોલ વચ્ચે અચાનક એવી દુર્ઘટના સર્જાઈ જવાના સમાચાર સામે આવતા હોય છે કે, જે જાણી રૂવાંટા ઉભા થઈ જતા હોય છે. પંજાબથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ ચાલી રહ્યો હતો, ભાઈનું મોત થઈ જતા માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી વિસ્તારમાં એક મીઠાઈની દુકાનના મોટા વેપારી રાકેશ કુમાર પાઠકની દીકરીના ગઈકાલે 10 ડિસેમ્બરના દિવસે લગ્ન હતા. આ સમયે બહેનની ડોલી ઉઠે તે પહેલા તો ભાઈની અર્થી ઉઠી હતી. ભાઈને લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો હતો.
વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના અમરદીપ પલસેમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, બધા જ પરિવારના લોકો અને સગા સંબંધીઓ ખુશીથી ઝુમી રહ્યા હતા, આ સમયે કન્યાનો પીતરાઈ ભાઈ પણ બહેનના લગ્નની ખુશીમાં મન મુકીને ડાન્સ કરી રહ્યો હતો. આ સમયે અચાનક ડાન્સ કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો અને ડાન્સ કરતા કરતા તે બાજુમાં ઉભેલા એક ભાઈ ઉપર જઈ પડ્યો. લોકોને પહેલા લાગ્યું કે, ડાન્સ કરતા થાકીને પડ્યો છે, પરંતુ તે ઉભો ન થઈ શકતા લોકો ભેગા થઈ ગયા અને તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ઉલ્લેખનીય છે કે, દીકરીના પિતા શહેરના જાણીતા મીઠાઈના વેપારી છે, ધામધૂમથી લગ્ન પ્રસંગ યોજ્યો હતો, પરંતુ અચાનક ખુશીના અવસર સમયે જ મોતના સમાચાર આવતા માતમ છવાઈ ગયો હતો. સૂત્ર અનુસાર, યુવકનું નામ આશિષ હતું. મહત્વની બીજી વાત એ છે કે, યુવકના મોત સમાચાર મળતા ખુસીનો માહોલ માતમમાં છવાઈ ગયો હતો, તે સમયે એક ચોરે એક મહિલાની કાનીન બુટ્ટીનીચોરી કરી લીધી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ