છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યું છે. તો સાથે જ ફેસબુક મેસેન્જરના માધ્યમથી વીડિયો કોલ સ્ક્રીન કેપ્ચર દ્વારા યુવાનોને બ્લેકમેઈલિંગ કરતી ટોળકીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગોંડલ શહેર તેમજ પંથકના પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો કોલ દરમિયાન નગ્ન ફોટા અને વીડિયો કેપ્ચર કરી લેવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં પોર્ન સાઇટ જોવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે ધમકી પણ અપાય છે કે જો માગ્યા મોઢે રૂપિયા નહીં આપો તો તમારા નગ્ન ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવશે. ગોંડલમાં ઘણા યુવાનો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.
હાલ સમગ્ર વિશ્વનો ખૂણેખૂણો એકબીજા સાથે ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ છે. ત્યારે ઇન્ટરનેટ આશીર્વાદ સમાન પણ છે તેમ જ શ્રાપ સમાન પણ છે. છેલ્લા કેટલાય સમયથી ઓનલાઇન છેતરપિંડીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ પોર્ટસાઈટ જોવાના કેટલાક શોખીનો ગોંડલ શહેર તેમજ પંથકના યુવાનો છેતરપિંડીનો ભોગ તેમજ ધમકી મળ્યાની ઘટના પણ સામે આવી છે.
યુવાનનું વીડિયો શુટીંગ અને ફોટોગ્રાફી કરાય છે
ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ, કૈલાશબાગ સોસાયટી, ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરના અન્ય વિસ્તારમાં રહેતા પોર્ન સાઇટ જોવાના શોખીન યુવાનો વયસ્કો છેતરાવા સાથે લાખો રૂપિયાના તોડનો ભોગ બન્યા છે. પોર્ન સાઇટ ઉપર લાઈવ સુંદરી આવતી હોય છે અને જોનારને ઓફર કરે છે કે વસ્ત્રો ઉતારવાની ઓફર કરે છે, આવેશમાં આવેલા ઘણા લોકો હવે ભૂલ કરી જતા હોય છે. સામેથી યુવાનનું વીડિયો શુટીંગ અને ફોટોગ્રાફી કરી લેવામાં આવે છે.
ત્યાર બાદ ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસથી શરૂ થઈ જતું હોય છે. તેમજ પૈસાની માગણી પણ કરવામાં આવતી હોય છે. જો માંગ સંતોષવામાં ન આવે તો સ્ક્રીન કેપ્ચરના માધ્યમથી કેપ્ચર કરવામાં આવેલા નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે.
ગણતરીની મિનીટો પછી તુરંત જ ધમકીભર્યા SMS આવે છે અને પૈસાની માંગ કરાય છે. જો માંગ સંતોષવામાં ન આવે તો તમારા નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાનું જણાવાય છે. આ બનાવો અંગે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે, પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317