CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની મોકૂફ, પરીક્ષા રદ કરવી કે મોકૂફ રાખવી આજે નિર્ણય…

455
  • – ધોરણ 10ની પરીક્ષા રદ કરી દેવાઈ  
  • – ધોરણ 12ની પરીક્ષા જૂન મહિનામાં લેવાશે 
  • – પીએમ મોદીની બેઠક બાદ લેવામાં આવ્યો નિર્ણય 
  • – ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા પાછળ ખસેડવામાં આવી
  • – પહેલાં 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું કહેવાયું હતું

કેન્દ્ર સરકારે CBSEની ધોરણ-10ની પરીક્ષા રદ કરી છે અને તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરાશે. ધોરણ 12ની બોર્ડની એક્ઝામ સ્થગિત રાખવામાં આવી છે.આ મામલે ગુજરાત બોર્ડ હવે નિર્ણય કરશે.

બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા પછી થિયરીની પરીક્ષા
કોરોનાના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે કોરોનાની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

 

શિક્ષણ બોર્ડનો પરિપત્ર.

PM મોદીએ લીધો મોટો નિર્ણય 

CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં.

અગત્યનું છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોરખિયાલ નિશંકે માહિતી આપતા જણાવ્યું કે, CBSE ધોરણ-10ના સ્ટુડન્ટ્સને ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે પ્રમોટ કરવામાં આવશે. જો સ્ટુડન્ટ્સ તેમના અસેસમેન્ટ સાથે સહમત ન હોય તો તેઓ જ્યારે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થાય ત્યારે પરીક્ષા આપી શકે છે.

ગુજરાતમાં 30 એપ્રિલ સુધી શાળાઓ લોક 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતાં 30 એપ્રિલ સુધી શાળાઓ સહિતના દરેક શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં કરવામાં આવવાની છે જેમાં વાલીમંડળો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવે. આ સિવાય ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટે ઑલ વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317