- – ખાનગી લેબોરેટરીમાં જઈને RT-PCR ટેસ્ટના ભાવમાં 100 રૂ.નો ઘટાડો, હવે રૂ.800ને બદલે રૂ.700માં થશે
- -જ્યારે ઘરે આવીને RT-PCR ટેસ્ટમાં રૂ.200નો ઘટાડો, હવે રૂ.1100ને બદલે રૂ.900માં થશે
- – 20 એપ્રિલ 2021થી આ નવો ભાવ ઘટાડો અમલમાં આવશે
- – મા કાર્ડની મુદ્તમાં પણ ત્રણ મહિનાનો વધારો કરી જૂન 2021 સુધી કરાયો
- મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે 3 મહિનાની મર્યાદા વધારવામાં આવી છે
- સંપૂર્ણ લોકડાઉન કરવું તે હજુ કોઈ રાજ્ય લગભગ 100 ટકા સ્વીકારતું નથી
અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. AMC દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો 1100નો ચાર્જ હતો તેમાં 200નો ઘટાડો કરાયો છે.ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો 1100માંથી 900 રૂપિયા જ ચાર્જ લઈ શકશે.લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે.આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે.
ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય કર્યો છે. ખાનગી લેબમાં RT-PCRના ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ દ્વારા ટેસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં તથા ખાનગી લેબ દ્વારા ઘરેથી કોરોના વાયરસના ટેસ્ટ કરવાના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
માં કાર્ડની મુદ્દત 3 મહિના વધારવામાં આવી
નીતિનભાઈએ ઉમેર્યું હતું કે મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે 3 મહિનાની મર્યાદા વધારવામાં આવી છે.આ કાર્ડ હવે 30-6 સુધી અમલમાં રહેશે અને આ બાદ સ્થિતિ મુજબ ફરીથી નિર્ણય કરવામાં આવશે.અત્યાર સુધીમાં ગુજરાત સરકારના ખર્ચે 40.99 લાખ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકડાઉન પર રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવશે, તેનાથી નાગરીકોને માહિતગાર કરવામાં આવશે.
નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર લેબ પર જઇ ટેસ્ટ કરવામાં આવે તો રૂ.700 ચાર્જ લેબ હવે લઇ શકશે, આ ટેસ્ટ માટે અગાઉ રૂ.800 ચાર્જ કરવામાં લેવામાં આવતો હતો. ઘરેથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેથી ટેસ્ટ માટે પહેલા રૂ.1100 ચાર્જ થતો હતો તે હવે ઘટીને રૂ.900 કરવામાં આવ્યો છે. નવા ભાવ આવતીકાલથી તમામ લેબમાં ભાવ ઘટાડો લાગુ થશે.
સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મફતમાં અપાય છે
રોજના 20000ની આજુબાજુની સંખ્યામાં ઈન્જેક્શનો જિલ્લાઓ અને મહાનગરોને મોકલીએ છીએ. સરકારી હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનો મફત અપાય છે અને ખાનગી હોસ્પિટલોમાં જરૂર મુજબ તેને મોકલવામાં આવે છે.લોકડાઉન અંગે નિષ્ણાતોના જુદા જુદા અભિપ્રાય આવે છે. જો માસ્ક પહેરો, સાબુથી હાથ ધોવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો તો લોકડાઉનની જરૂર નથી. લોકડાઉન કરવાથી કોરોનાની ચેઈન તૂટે છે તેવું કોઈ પ્રમાણ મળ્યું નથી.
રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ: DyCM
ગુજરાતમાં લોકડાઉન મુદ્દે સવાલ કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે રાજ્યમાં હાલ તો 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ કરવામાં આવ્યું છે અને અનેક તાલુકા અને શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યાં છે. ગ્રામ્ય, તાલુકા કક્ષાએ સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યા છે જેમાં વેપારી સંગઠનો બજારો બંધ રાખવાનો જુદી જુદી રીતે નિર્ણય કરી રહ્યા છે અને બજારોમાં ભીડ ન ઉમટે તે માટે પ્રયત્નો ચાલુ છે. રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317