- ગૃહમંત્રી અમિત શાહે ગૃહમંત્રાલય અને સીઆરપીએફ અધિકારીઓ સાથે બેઠક યોજી
- બેઠકમાં સ્પેશિયલ ડીજી સંજય ચંદર પણ હાજર
- નકસલી હુમલાની તપાસ એનઆઈએ કરી શકે છે
- નક્સલીઓ સાથે થયેલી અથડાણમાં 24 જવાન શહીદ થયા
- 700 જવાનોને ઘેરીને નક્સલીઓએ 3 કલાક સુધી ફાયરિંગ કર્યું હતુ
- 20 દિવસ પહેલા UAVની તસવીરો દ્વારા જાણ થઈ હતી કે અહીં મોટી સંખ્યામાં નક્સલીઓ ઉપસ્થિત છે
ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં સ્પેશિયલ ડીજી સંજય ચંદર,ગૃહસચિવ અજય ભલ્લા, આઈબી ડિરેક્ટર અરવિંદ કુમાર સહિતના ગૃહમંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતા તથા બેઠકમાં નકસલીઓ વિરૃદ્ધ મોટા ઓપરેશન અંગેની ચર્ચા કરાઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી શકે છે.
#WATCH | Delhi: Home Minister Amit Shah taking top-level meeting with senior officers on Bijapur encounter at his residence.
Home Secretary Ajay Bhalla, Director IB Arvinda Kumar and senior CRPF officers are attending the meeting. pic.twitter.com/3opzROJC7g
— ANI (@ANI) April 4, 2021
ઘાયલ જવાન બલરામનું કહેવું છે કે આધુનિક હથિયારોની સાથે સાથે નક્સલીઓ જાતે બનાવેલા દારૂગોળાથી હુમલો કરી રહ્યા હતા. જવાન બલરામના પેટમાં ગોળી વાગી છે. અન્ય એક જવાન દેવ પ્રકાશને પીઠના ભાગે ગોળી વાગી છે. આ ગોળી હજુ ફસાયેલી છે. આ ઉપરાંત સેકન્ડ ઇન કમાન્ડર સંદીપ દ્વિવેદીને છાતીમાં બે ગોળી વાગી છે.
શનિવારે આ હુમલામાં નક્સલીઓએ રૉકેટ લૉન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો. સેનાએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઑપરેશન ચલાવ્યું હતું. નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપુલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વન(PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતો.
CRPF અને છત્તીસગઢ પોલીસને માહિતી હતી કે નક્સલીઓના મોટા કમાન્ડર હિડમા આ હુમલાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જ્યારબાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઇન્ટ ઑપરેશન ચલાવ્યું હતું.
આ અંતિમ હુમલો છે: મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ
આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને મળવા માટે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘાયલ જવાનોના હાલચાલ પૂછ્યા હતા. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, નક્સલીઓનો સફાયો કરવાનું અભિયાન ચાલુ જ રહેશે, આ અંતિમ હુમલો છે.
આવા ઓપરેશનમાં 5 વિવિધ પ્રકારનાં દળોની હાજરી એ કમાન્ડ અને કંટ્રોલ માટે એક મોટો પડકાર છે. ફાયરિંગની સ્થિતિમાં તે બધા પોત-પોતાના પ્રશિક્ષણ અનેરચના અનુસાર કાર્યવાહી કરે છે. યૂનિફાર્મિટી નથી રહી શકતી, પરંતુ બીજી બાજુ નક્સલીઓની ટ્રેનિંગ અને કમાન્ડ હંમેશાં એક જ હોય છે. તેમનું યુનિટ ગમે તે હોય, પરંતુ એકશનના સમયે તેમની યૂનિફાર્મિટી ક્યારેય બગડતી નથી.
જવાનો તૈયાર નહોતા ત્યારે હુમલો કર્યો
અમારો પહેલો સવાલ હતો કે ‘કેટલા જવાન શહીદ થયા?’ તેમણે કહ્યું, ‘20થી વધુ.’ ત્યાં અમે 100 મીટર અંદર ગયા અને ચારેય તરફ જવાનોના મૃતદેહ દેખાયા. તેમણે એક સ્થળે એકસાથે 6 મૃતદેહ રાખ્યા હતા. અહીં આખા વિસ્તારમાં એકપણ જવાન જીવિત ન હતો. નક્સલોએ તેમનાં હથિયારો, જૂતાં અને કપડાં પણ લૂંટી લીધાં હતાં. આ દરમિયાન ગ્રામજનોએ વાત કરવા તૈયાર ના થયા. આ સ્થળ જોઈને લાગતું હતું કે અહીં નક્સલો પહેલેથી મોજૂદ હતા અને તેઓ ઘાત લગાવીને બેઠા હતા, જ્યારે જવાનો હુમલા માટે બિલકુલ તૈયાર ન હતા.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317