છોટાઉદેપુર : એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત, JCB થી કાઢવા પડ્યા મૃતદેહ..

670
Published on: 1:52 pm, Wed, 28 July 21
  • કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત
  • JCB થી કાઢવા પડ્યા મૃતદેહ
  • બોડેલી-વડોદરા રોડનો બનાવ
  • કારના ફૂરચા નીકળી ગયા
  • કારમાં સવાર 4 વ્યકિતઓના મૃત્યુ

છોટાઉદેપુર જિલ્લા માં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા છે. ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા પાસે થયો હતો. મળતી માહિતી પ્રમાણે એસટી બસ ની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો. તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. અકસ્માત મોડી રાત્રે થયો હતો.

ગુજરાતના છોટાઉદેપુર નજીક આવેલા બોડેલી-વડોદરા રોડ પર મધ્યપ્રદેશથી વડોદરા જતી કાર અને એસ.ટી.બસ ધડાકાભેર અથડાતા હાઈવે મોતની કીકીયારીઓથી હચમચી ઉઠ્યો હતો, અકસ્માતની આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં હતા.

બોડેલી-વડોદરા હાઈવે પર છુછપુરા પાસે મધ્ય રાત્રિએ એક એસટી બસ અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા નીકળી ગયા હતા.એસ.ટી. બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી. જ્યારે ક્રેટા કાર મધ્ય પ્રદેશના પાર્સિંગની છે. બસમાં સવાર તમામ લોકોને કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.

 ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, એસ.ટી.બસ વડોદરાથી છોટાઉદેપુર જઈ રહી હતી ત્યારે બોડેલી-વડોદરા રોડ પર જતી કાર ધડાકા સાથે એસ.ટી નિગમની સ્લીપર કોચ બસ સાથે અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે બસનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ચારેય મૃતકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાન રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

મૃતકોનાં નામ
દિનેશભાઇ શિવરામ પટેલ(ઉ.43)
ઈશ્વરલાલ કરશનજી બિરલા(ઉ.46)
રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર(ઉ.37)
ગ્યારશીલાલ ફુતુજી પટેલ(ઉ.36)​​​​​​​

 જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને સંખેડા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અહીં પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે, ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.

કારના દરવાજા તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317