બાળક ને એકલા લીફ્ટ માં મુકવાનું પરિણામ : 5 વર્ષનું બાળક લિફટમાં ફસાય જતા નીપજ્યું કરુણ મોત – CCTVમાં કેદ થઈ ઘટના

5028
Published on: 9:21 pm, Sun, 29 November 20

ધારાવી મુંબઇ

આપણે જોતા આવ્યા છીએ કે નાના બાળકો ને લીફ્ટ માં એકલા મુકવાથી અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ આમે આવતી હોય છે, પરતું લોકો માં બેદરકારી જોવા મળતી આવે છે. જે લોકો અકસ્માત ન જોઈ શકતા હોય એ લોકો આ વિડીયો ન જોવે.

મુંબઇના ધારાવી વિસ્તારમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીંની લીફ્ટમાં ફસાઇ જતા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લગાડવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના મુંબઇના ધારાવી વિસ્તારમાં આવેલી ઘોશી શેલ્ટર બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ખરેખર ત્રણ ભાઈ-બહેન ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે આવવા માટે લિફટમાં ચડ્યા હતા. જ્યારે ત્રણેય બાળકો રમતા હતા ત્યારે લિફ્ટનું બટન દબાવી દીધું હતું, આ સમગ્ર ઘટના લગભગ દોઢ વાગ્યે બની હતી.

થોડી જ ક્ષણોમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે આવી, પ્રથમ બે છોકરીઓ બહાર નીકળી અને પછી પાંચ વર્ષની હુઝાઇફા બહાર આવે તે પહેલા લિફ્ટનો દરવાજો બંધ થઇ ગયો હતો. અને અચાનક લીફટ શરુ થઇ ગઈ હતી. થોડા સમય બાદ વચ્ચે જ લીફટ અટકી પાડી હતી. અને પછી ચાલવા લાગી હતી.

હુઝાફા પણ લિફ્ટ સાથે નીચે પટકાયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ પહોંચેલી ફાયર બ્રિગેડની મદદથી હુઝાફાને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવમાં સાહુ નગર પોલીસ એડીઆર હેઠળ ગુનો નોંધીને કેસની તપાસ કરી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ