સુરત : 24 કલાક જાગતા સ્મશાનની ચીમનીઓ પણ પીગળી ગઈ, સતત ચાલતા અંતિમસંસ્કારને કારણે ભઠ્ઠીઓના એંગલ પણ ગળ્યા..

3417
  • સુરતના ઉમરા સ્મશાનમાં કોવિડની મૃતદેહોનું વેઈટીંગ
  • ઉમરા ખાતે સતત વધતા મૃતદેહ વચ્ચે ભટ્ટી બગડી 
  • સતત મૃતદેહ સળગાવતા ગેસની બે સગડીને નુકસાન
  • સતત ચાલતા અંતિમસંસ્કારને કારણે ભઠ્ઠીઓના એંગલ પણ ગળ્યા
  • સુરત સ્મશાનગૃહોમાં અવિતર જાગતા સ્મશાનની ચીમનીઓ ઓગળી જવાની ઘટના સામે આવી છે.

સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.

 કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં (Surat) કોરોનાના (Coronavirus) વિસ્ફોટ બાદ સતત કોરોના સારવાર દરમિયાન દર્દીના મોત થતા તેમની અંતિમ ક્રિયા (last rituals) માટે સતત સ્મશાનમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. ત્યારે આ વેઈટીંગ ઓછું કરવા માટે સ્મશાની (cremation) ભઠ્ઠી સતત 24 કલાક કાર્યરત રાખવામાં આવે છે. જેના કારણે સુરતના ઉમરા ખાતે આવેલા સ્મશાનની બે ભઠ્ઠીમાં આવેલા લોંખડના એંગલ ઓગળી જવાને કારણે બે ભઠ્ઠી બંધ કરવાનો વારો આવ્યો છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે આ બે ભઠ્ઠીના પાછળના ભાગે કમચલાઉ લાકડાની ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે.

સુરતના ઉમરા સ્મશાનમાં મૃતદેહોનું લાઈનો લાગી છે..  ઉમરામાં સતત મૃતદેહની સંખ્યા વધી રહી છે જેના કારણે ભઠ્ઠી બગડી ગઈ હતી. મૃતદેહ સળગાવવાના કારણે ગેસની બે સગડીને નુકસાન પહોંચ્યું છે. 4માંથી 2 ભઠ્ઠી બંધ થતાં મુશ્કેલી વધી ગઈ છે. બીજી તરફ મૃતદેહ માટે એમ્બ્યુલન્સની પણ અછત સર્જાઈ રહી છે. સ્મશાન ગૃહ સુધી મૃતદેહ લાવવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કેસો બુલેટની ગતીએ વધી રહ્યા છે. જેને લઈને હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે. દર્દીઓને દાખલ કરવા માટે લાંબુ વેઈટીંગ ચાલી રહ્યું છે. તો તેની સામે મોત પણ સતત વધી રહ્યાં છે. લોકો કોરોના સામેની જંગ હારી રહ્યા છે. જેને કારણે સ્મશાનોની બહાર પણ અંતિમક્રિયા માટે લાંબી લાંબી લાઇનો થઇ રહી છે. લોકોને અંતિમ ક્રિયા માટે પણ ટોકન લેવાની નોબત આવી છે. જેના કારણે 24 કલાક સ્મશાન ગુહ ચાલી રહ્યા છે.

 લાશના ખડકલા થતા ઉમરા સ્મશાન ટ્રસ્ટી દ્વારા બે ગેસની ભઠ્ઠીમાં બિન કોવિડથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી તે ભઠ્ઠીમાં કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અને બિન કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા માટે સ્મશાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં બનાવામાં આવેલા સ્મશાનમાં એક સાથે 15થી 20 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી શકે તેવું સ્મશાન ઉભું થવા પામ્યું છે. જોકે હાલમાં તો એક ટેક્નીકલ ટિમ દ્વારા આ ભઠ્ઠીનું મેન્ટેન્સ ચાલુ કરવામાં આવ્યુ છે અને ગણતરીના કલાકોમાં આ ભઠ્ઠી ફરી શરુ થઇ જાય તેવી શક્યતા રામનાથ ઘેલા સ્મશાનના ટ્રસ્ટી,  હરીશ ઉમરીગર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.<br /> 

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ કરવા મજબૂર બન્યા છે. સુરતની આવી ભયાનક સ્થિતિને કારણે શહેરમાં 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

2006થી બંધ પડેલી સ્મશાનભૂમિ ફરીથી શરૂ

સુરતની આવી સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્ર પાલ ખાતેની 2006થી બંધ પડેલી સ્મશાનભૂમિને ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પાલિકાના માજી કોર્પોરેટર અને સ્મશાનના ટ્રસ્ટી પી.એમ. પટેલ, અડાજણના માજી કોર્પોરેટર પી. એમ. પટેલ તથા હાલના કોર્પોરેટર નિલેશ પટેલ અને ભાજપના માજી પ્રમુખ નીતિન ભજિયાંવાલાએ તાત્કાલિક બંધ થયેલી સ્મશાનભૂમિ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

 ત્યારે સુરતના ઉંમર ખાતે આવેલ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં કોવિડ સારવાર દરમિયાન મુત્યું પામેલા મૃતદેહ માટે ચાર ગેસની ભઠ્ઠીમાં અંતિમ ક્રિયા અને બિન કોવિડ માટે 6 જટિલ લાકડાની ભઠ્ઠીમાં અંતિમ ક્રિયા કરવામાં આવી રહી હતી ત્યારે સતત 24 કલાક આ ભઠ્ઠી ચાલતા ભઠ્ઠીમાં ગરમીનું પ્રમાણ વધી જતા ગેસની બે ભઠ્ઠીમાં આવેલા લોંખડના ઍંગલ ઓગળી ગયા હતા. જેથી બે ભઠ્ઠી બંધ કરવાનો વારો આવ્યો હતી.

લાશના ખડકલા થતા ઉમરા સ્મશાન ટ્રસ્ટી દ્વારા બે ગેસની ભઠ્ઠીમાં બિન કોવિડથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી તે ભઠ્ઠીમાં કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અને બિન કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા માટે સ્મશાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં બનાવામાં આવેલા સ્મશાનમાં એક સાથે 15થી 20 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી શકે તેવું સ્મશાન ઉભું થવા પામ્યું છે. જોકે હાલમાં તો એક ટેક્નીકલ ટિમ દ્વારા આ ભઠ્ઠીનું મેન્ટેન્સ ચાલુ કરવામાં આવ્યુ છે અને ગણતરીના કલાકોમાં આ ભઠ્ઠી ફરી શરુ થઇ જાય તેવી શક્યતા રામનાથ ઘેલા સ્મશાનના ટ્રસ્ટી,  હરીશ ઉમરીગર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317