- 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા
- મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ચોટીલા નજીક બોલેરો પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર લીંમડીના શિયાણી ગામના રહેવાસી પિતૃકાર્ય માટે સોમનાથ જતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કારની અડફેટે વૃદ્ધનું મોત
બીજી તરફ ગઈકાલે અમદાવાના ચાંદખેડામાં કારની અડફેટે આવતા વૃદ્ધનું મોત થયુ હોવાની ઘટના બની છે. કારચાલકે સ્કૂટરચાલકને અડફેટે લીધો હતો,અકસ્માત બાદ કારચાલક વૃ્દ્ધને સારવાર માટે લઈ ગયો હતો,વૃદ્ધને હોસ્પિટલમાં મુક્યા બાદ કારચાલક ફરરા થઈ ગયો હતો. જો કે પોલીસે કારચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
આપા ગીગાના ઓટલા નજીક બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લીંબડીના શિયાણી ગામના રેથરીયા કોળી પરિવારના ૪ સગા દેરાણી જેઠાણીના મોત થયા હતા. આ અકસ્માતમાં 15થી વધુને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ જઇ રહ્યા હતા. મૃતકોની ઓળખ મગજીબેન ગોબરભાઈ રેથરીયા ઉ.72 (૨ ) ગલાલબેન કાળુભાઈ રેથરીયા (ઉંમર-60) મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા ઉ.65 (૪) ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા ઉ.68 નો સમાવેશ થાય છે.
અરવલ્લી જિલ્લાના ખોડંબા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંન્ને ટ્રક રોડ નજીક રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. એક ટ્રકમાં એસિડ ભરેલુ હોવાની માહિતી મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. બીજી તરફ મહીસાગરના બાબલીયા નજીક અકસ્માત સર્જાયો હતો. વીજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. બાકોર પોલીસે ઘટનાસ્થળ પર તપાસ હાથ ધરી હતી.
પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા અને સર્જાયો અકસ્માત
આ અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો.
15થી વધુ લોકોને પહોંચી ઈજા
ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
કોમેન્ટ માં ઓમ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો
મોબાઈલ માં ન્યૂઝ માટે વોટ્સેપ કરો આ નંબર પર : +91 98247 23317
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો : https://www.facebook.com/gujaratupdatenews/