સિટિબસ : એસ.એમ.સી માં નવા ભળેલા ગામ માં સીટી બસ ના નવા રૂટ ને મળી લીલીઝંડી..

799
Published on: 3:10 pm, Thu, 7 October 21

ઉમરા – વેલન્જા – શેખપુર

શેખપુર, વેલન્જા માં સીટી બસ ના નવા રૂટ ને લીલીઝંડી

નવરાત્રી ના પહેલા દિવસે જ વેલન્જા ને મળી નવી ભેટ

નવરાત્રી ના પાવન અવસર પર સુરત મહાનગર પાલિકા ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી અને કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી.ડી ઝાલાવડીયા તરફ થી વેલન્જા ને શેખપુર ને સિટી બસ ની ભેટ આપવામાં આવી છે. એસ.એમ.સી.માં નવા ભેળવેલા ગામો માં પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે, ડેપ્યુટી મેયર દ્વારા ઉમરા ગામ માં રોડ, રસ્તા અને સ્ટ્રીટલાઇટ પણ નખાવી અપાઈ છે.

આક રોજ વહેલી સવારે 7.30 વાગ્યે શેખપુર થી સીમાડા રૂટ માટે સીટી બસ ને લીલીઝંડી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં  ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી , કામરેજ ધારાસભ્ય વી.ડી ઝાલાવડીયા , ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન રમીલાબેન , ભાજપ સુરત શહેર ઉપપ્રમુખ લક્ષમણ કોરાટ, કૃણાલ ભાઈ શેલર ( કોર્પોરેટર , ટ્રાન્સપોર્ટ સભ્ય) ,વોર્ડ 2 પ્રમુખ મનુભાઈ બલર , ઉમેદવાર  રાજુભાઈ ગૌદાણી, ઇલાબેન ચૌલંકી ,ગૌરવ ઇટાલિયા , અંકિત ચૌહાણ ,મુકેશ વસાવા ,  જગદીશ બાબરીયા( સમાજ સેવક) , અક્ષય કપુરીયા ઉમરા ગામ તેમજ જાગૃત નાગરિક ટીમ , ઉમરા ગામ ના રસિક કાકા ,સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ, આનંદ વાટિકા પ્રમુખ કિશોરભાઈ દુધાત , સુધીર ભાઈ સખવાળા ( હરીદર્શન સ્કૂલ) , વજેશ ભાઈ વિરાણી , દીપ્તિ બેન ફળદુ , તેમજ આસપાસ ની સોસાયટી ના સભ્યો, પ્રમુખો , ગામ ના સરપંચ, ઉપ સરપંચ, તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

જાગૃતિ નાગરિક ટીમ ઉમરા ગામ ની વારંવાર રજુઆત ને ધ્યાન માં રાખી ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી એ વૉર્ડ 2 માં વિકાસ ના કામો ઝડપથી થાય એ માટે અધિકારીઓ ને દોડતા કરી આપ્યા છે, ઉમરા ગામ ની દરેક સોસાયટી ના ગેટ સુધી સ્ટ્રીટલાઇટ ફિટ કરી આપી અને સોસાયટી ના ગેટ સુધી GSB ની ગાડીઓ નંખાવી રોડ રીપેર કરી આપ્યો છે.

કોરોના ને હરાવવા માટે પણ ડેપ્યુટી મેયરે ઉમરા ગામ માં ઘરબેઠા ટોકન આપી , દરેક લોકો ને લાઈન માં ઉભા રાખ્યા વગર રસી મુકાવી આપી હતી. તેમજ ઉમરા હજીરા હાઇવે પર ડામર નું પેચવર્ક કરી આપ્યું હતું.

વેલન્જા અને શેખપુર ગામ ના લોકો ને વારંવાર  કામરેજ ના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા ને સીટી બસ સેવા ચાલુ કરવા રજુઆત કરી હતી જેથી વી.ડી.ઝાલાવડીયા એ સુરત મહાનગર પાલિકા માં રજુઆત કરી બસ ઝડપી ચાલુ કરવા રજુઆત કરી હતી.

ડેપ્યુટી મેયર અને વી.ડી ઝાલાવડીયા તેમજ તમામ અધિકારી ઓ અને ગ્રામજનોએ સીટી બસ ને લીલીઝંડી આપ્યા બાદ આનંદ વાટિકા થી સીટી બસ માં બેસી શેખપુર ગામ સુધી મુસાફરી કરી હતી ,જેમાં ડેપ્યુટી મેયર અને વી.ડી ઝાલાવડીયા સાહેબે સીટી બસ માં બેસ્ટ જ ટીકીટ લીધી હતી અને બીજા લોકો ને મેસેજ પણ આપ્યો હતો કે ટીકીટ વગર કોઈ વ્યક્તિ મુસાફરી કરશો નહિ.

સીટી બસ નો નવો રૂટ ચાલુ આજ રોજ કરવામાં આવ્યો હતો જેથી શેખપુર વિસ્તારમાં રહેતા લોકો ને હવે રીક્ષા ની રાહ જોવી નહિ પડે, ખૂબ જંગી લોકો એ આજ ના કાર્યક્રમ માં હાજરી આપી હતી, લોકો એ સુરત મહાનગર પાલિકા નો ખુબ ખુબ આભાર પણ માન્યો હતો. બસ ની અંદર બેસતા જ ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી એ લોકો ને જણાવ્યું કે ટૂંક સમય માં નવા રોડ પણ બનાવી આપીશું અને ઈલેક્ટ્રિક્સ બસ સેવા પણ ચાલુ કરી આપીશું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317