વડોદરા બાદ સુરત સિવિલમાં ઈન્જેક્શન કૌભાંડ: દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયાં..

931
  • સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ આવ્યું સામે
  • 150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા
  • રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ
  • દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયાં
  • કલેકટરે 3000માંથી ખાનગી હોસ્પિટલોને 1200 ફાળવ્યાં, દર્દીદીઠ એક ઈન્જેકશન અપાયું
  • વોર્ડમાં દાખલ ન હોવા છતાં દર્દીને ઈન્જેક્શન આપ્યાં હોવાનું રજિસ્ટરમાં નોંધ્યું
  • સુપરિન્ટેન્ડન્ટને હિસાબ ન મળતાં તપાસ સોંપાઈ, નિયમ મુજબ વોર્ડમાં દાખલ હોય તેમને જ ફાળવાય છે

સુરત સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. 150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા છે. રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો છે. વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા છે. ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાગીણી વર્માએ આ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ ન કરાયા તેવા દર્દીઓનાં નામે રેમડેસિવિર ઈન્જેકશન બતાવી દઈ બારોબાર સગેવગે કરી દેવાયાનું કૌભાંડ બહાર આવ્યુ છે. 150 ઈન્જેકશનનો હિસાબ ન મ‌ળતાં સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે. નિયમ મુજબ, વોર્ડમાં દાખલ હોય તેવા જ દર્દીઓને ઈન્જેકશન ફાળવવામાં આવે છે, પરંતુ મેડિકલ સ્ટોરના રજિસ્ટ્રેશનમાં દર્દી દાખલ ન હોય તેમના નામે ઈન્જેકશન ફાળવાયાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ, કલેકટરે સોમવારે 3000માંથી ખાનગી હોસ્પિટલોને 1200 જેટલાં ઈન્જેકશન ફાળવ્યાં હતાં. પ્રત્યેક દર્દી માટે એક જ આપવામાં આવે છે અને સ્ટોક હશે ત્યાં સુધી જ ખાનગી હોસ્પિટલને અપાશે તેવી સ્પષ્ટતા પણ કલેકટરે કરી છે. ભાજપ કાર્યાલયેથી પણ 900 લોકોને મફત ઈન્જેકશન આપવામાં આવ્યાં હતાં.

COVID-19: Hetero releases generic Remdesivir 'Covifor', check cost per  injection - The Financial Express

ઈન્જેકશન લેવા ખાનગી હોસ્પિટલોએ ફોર્મ ભરવું પડશે

રાજય સરકારે કલેકટરને 3000 ઈન્જેકશન ફાળવ્યાં હતાં. સોમવારથી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે જે ખાનગી હોસ્પિટલોએ ઈન્જેકશન લેવાનું હોય તેમણે કલેકટરે નિયત કરેલું ફોર્મ ભરીને આપવાનું રહેશે. કલેકટરે વધુ એક વખત સ્પષ્ટતા કરી હતી કે ખાનગી હોસ્પિટલો દર્દીનાં સગાંને ઈન્જેકશન લેવા મોકલી શકશે નહીં. હોસ્પિટલે જાતે જ ઈન્જેકશન લેવા નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેશે. સ્ટોક હશે ત્યાં સુધી જ હોસ્પિટલોને ઈન્જેકશન મળશે અને પ્રત્યેક દર્દીદીઠ એક ઈન્જેકશન આપવાામાં આવશે. દરેક દર્દીના આરટીપીસીઆર ટેસ્ટની કોપી પણ રજૂ કરવાની રહેશે.

વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે. PCBએ ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. PCBએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317