અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ દૂર કરતા AMC અધિકારી અને સ્થાનિકો વચ્ચે બબાલ, ગરીબની વ્યથા, રહેવા માથે છત નથી અને ખાવા રોટલો નથી,

269
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં રાઈફલ ક્લબ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. આ વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં દબાણ તોડીને એને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા છાપરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં ત્યાંના 50થી વધુ મકાનો ધરાવતા લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસે આ વિરોધ કરનારા લોકોની જરૂરી બળ વાપરીને અટકાયત કરી હતી. હાલમાં છાપરામાં વસતાં લોકોને તેમના ઘરની જગ્યા ખાલી કરવા માટે સમય આપવામાં આવ્યો છે. હવે બપોર બાદ દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પોલીસે બળપ્રયોગ કરતાં આખરે લોકોએ પોતાનાં મકાનો ખાલી કર્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખાનપુર વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. દબાણો તોડવા માટે ટીમ સ્થળ પર આવી પહોંચતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પોતાના મકાનમાંથી સામાન પણ બહાર કાઢ્યો નહોતો, પરંતુ પોલીસે બળપ્રયોગ કરતાં આખરે લોકોને મકાનો ખાલી કરવા પડ્યાં હતાં.

55 થી60 જેટલા મકાનો છે જેમાં દબાણ તોડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી

સમય આપવામાં ન આવતાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે
સરકારી પ્લોટમાં છાપરા બાંધીને રહેતા લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ છેલ્લાં 50 વર્ષથી આ જગ્યા પર રહે છે અને હવે કેમ સરકાર ખાલી કરાવે છે? ખાનપુર વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા સરકારી પ્લોટમાં ઊભા કરવામાં આવેલા હોવા છતાં આજે ખાલી કરાવવા કોર્પોરેશનની દબાણની ટીમ આવેલી છે પરંતુ ખુદ કોર્પોરેશનની ટીમે જ આ બોર્ડ મારેલું છે. દેવીપૂજકવાસ, ખારાવાડી, માકુભાઈ શેઠના છાપરા લખેલું બોર્ડ મારી દીધું છે. શું કોર્પોરેશનને ખ્યાલ ન હતો કે આ સરકારી પ્લોટ છે? કલેકટર ઓફિસ તરફથી ઓર્ડર છે, પરંતુ સમય આપવામાં ન આવતાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.

છાપરામાં દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી - Divya Bhaskar

જો કે, TP રોડની વચ્ચે મંદિર અને સમાધીનું બાંધકામ કરી દેવાયું હતું. પરંતુ AMC દ્વારા રસ્તા વચ્ચે આવેલા મંદિર અને સમાધિનું બાંધકામ દૂર કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇે AMC અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જો કે, અસરગ્રસ્તોને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાય પણ આપવામાં આવી હતી.

ઝૂંપડું તોડી નાખ્યું પણ રસ્તા પરથી કાઢી મૂકશે તો ક્યાં જઈશ?
અંદાજે બપોરે 12 વાગે સરકારી બુલડોઝર આવ્યા અને છાપરાં તોડવા લાગ્યાં હતાં. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં ફૂટપાથ પર એક મહિલા ખાટલા પર પોતાનો ઘરનો સમાન મૂકીને બેઠી હતી. તેના ખાટલાની સાથે ઘોડિયું બાંધ્યું હતું, જેમાં નાનું બાળક હતું. આ મહિલાને જોઈને દયા આવતી હતી. આ મહિલાનું નામ શીલા છે. તેણે દિવ્યભાસ્કરને જણાવ્યું કે હવે અમે આ રસ્તા પર છીએ, મારા ચાર બાળકો છે, ઘરે જમવાનું નથી. કોઈ સ્વજન અહીં નથી, અમારે કઈ જગ્યાએ જવું એ ખબર નથી. એક ઝૂંપડું હતું, એ પણ તૂટી ગયું. હવે કોઈ આ રસ્તા પરથી જવાનું કહેશે તો ક્યાં જઈશ એની સતત ચિંતા થઈ રહી છે.

 સરકારી પ્લોટની જગ્યામાં પર 100થી વધુ વર્ષ સુધી રહેતા ઝૂંપડપટ્ટી વાસીઓને હટાવવામાં આવ્યા છે. દેવીપૂજક સમાજના તમામ લોકોએ આજે વિરોધ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે વર્ષ 1991થી બબાલ ચાલી રહી છે. સરકારી પ્લોટ હોવાને કારણે અહી લોકોએ દુકાનો પણ ઊભી કરી હતી. જેને લઇને આખરે મહેસૂલ વિભાગના ઓર્ડરથી ઝૂંપડપટ્ટી તોડવામાં આવી. વર્ષો પહેલા મિલ માલિક માકુ ભાઈ શેઠે લોકોને રહેવા માટે આપી હતી. જે પછી 100 વર્ષથી અહી 70 થી 80 પરિવાર રહેતા હતા. 3 થી 4 વખત મહેસૂલ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસને સ્થાનિકોએ સ્વીકારી ન હતી. જેને લઈને 21 જાન્યુઆરી છેલ્લી તારીખ હોવાથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

સરકારી પ્લોટની જગ્યામાં પર 100થી વધુ વર્ષ સુધી રહેતા ઝૂંપડપટ્ટી વાસીઓને હટાવવામાં આવ્યા છે. દેવીપૂજક સમાજના તમામ લોકોએ આજે વિરોધ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે વર્ષ 1991થી બબાલ ચાલી રહી છે. સરકારી પ્લોટ હોવાને કારણે અહી લોકોએ દુકાનો પણ ઊભી કરી હતી. જેને લઇને આખરે મહેસૂલ વિભાગના ઓર્ડરથી ઝૂંપડપટ્ટી તોડવામાં આવી. વર્ષો પહેલા મિલ માલિક માકુ ભાઈ શેઠે લોકોને રહેવા માટે આપી હતી. જે પછી 100 વર્ષથી અહી 70 થી 80 પરિવાર રહેતા હતા. 3 થી 4 વખત મહેસૂલ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસને સ્થાનિકોએ સ્વીકારી ન હતી. જેને લઈને 21 જાન્યુઆરી છેલ્લી તારીખ હોવાથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317