- કેબિનેટ બેઠકમાં રૂપાણી સરકારે કર્યો મહત્વનો નિર્ણય
- સ્મશાન ગૃહના કર્મચારીને કહેવાશે કોરોના વૉરિયર્સ
- સ્મશાન ગૃહના કર્મચારીના અવસાન પર પરિવારને 25 લાખનું વળતર
- રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ ચાલશે પણ 10 દિવસમાં 50 હજાર સુધીનો ખર્ચ જ મળશે
- આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરાયો
- રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.
CM રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.
મઘ્યમવર્ગ ખાનગી હોસ્પિટલોમાં માં કાર્ડનો ઉપયોગ કરી શકશે
હવેથી રાજ્યના મધ્યમવર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળવા પાત્ર થશે.કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીએ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે.
કેબિનેટ બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણય
રાજ્ય સરકારે રાજ્યમાં વધુ એક જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. મારૂ કુંભાર નામની જ્ઞાતિનો સમાવેશ હવે પછી SEBC કેટેગરીમાં થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખા ‘મારૂ કુંભાર’ જેમના દસ્તાવેજોમાં દર્શાવેલું હતું. તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઈ સરકારે આ કામગીરીનું નિવારણ લાવવાનો આદેશ કર્યો હતો.
ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિને લઈ અનેક મહત્વના નિર્ણયો કરાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતના તમામ ધારાસભ્યોને તેમને મળતી સંપૂર્ણ ગ્રાન્ટનો ઉપયોગ કોરોનાની સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોનાની સારવાર પાછળ આપી દીધી છે. અન્ય ધારાસભ્યો પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ કામ કરી શકે છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317