CM વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ MP મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું

966
Published on: 5:26 pm, Wed, 30 December 20
ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવા એ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ પોતે સાંસદ તરીકે ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મેં કોઈ રાજકીય સોદાબાજી કરી નથી. પાર્ટી પર દબાણ લાવવાનો પણ મેં કોઈ પ્રયાસ કર્યો નથી. મારી કમર અને ગરદનની તકલીફ ને કારણે મેં રાજીનામું આપ્યું હતું. જોકે, કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું.

શું કહે છે વસાવા?
ગણપતવસાવા સાથે બેઠક બાદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યુ છે. આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, તમામ પ્રશ્નોના ઉકેલની મને સરકારે ખાતરી આપી છે. મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતુ. પાર્ટીના નેતાઓનું કહેવું છે સાંસદ કરીકે સારી સારવાર મળશે.

ગઈકાલે આપ્યુ્ં હતુ રાજીનામું
ગઈકાલે મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patil ને રાજીનામું લખ્યું હતુ. ત્યારે મનસુખ વસાવાએ આ રાજીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

CM વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ MP મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું

કમર અને ગરદનની તકલીફને કારણે રાજીનામું આપ્યું
મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા સમયથી મને કમર અને ગરદનની તકલીફ છે. આ કારણે હું સંસદમાં પણ જરૂરી હોય એટલી હાજરી આપી શકતો નથી. આ માટે જ મેં રાજીનામું ધરી દીધું હતું. મેં રાજીનામા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટી સામે મારી કોઈ નારાજગી નથી. મારી શારીરિક તકલીફને કારણે મારા મિત્રો અને સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી.

વિજય રૂપાણી News in Gujarati, Latest વિજય રૂપાણી news, photos, videos | Zee  News Gujarati

‘સાંસદ તરીકે સારવારનો લાભ મળશે એવું મને સમજાવ્યું’
સાંસદ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે,”કેન્દ્રીય નેતૃત્વ સાથે થયેલી ચર્ચા પ્રમાણે મારા વતી તાલુકા અને જિલ્લાના કાર્યકરો કામ કરતા રહેશે. હાલ ડૉક્ટરે મને ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. સીએમ સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જો હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. એક વખત સાંસદ તરીકેથી રાજીનામું આપ્યા બાદ આવી સારવાર શક્ય નહીં બને. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. આથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ