સુરત નાઈટકરફ્યું : લોહી લેવા નિકળેલા શખ્સો સાથે પોલીસની દાદાગીરી, સમયસર રક્ત ન મળતા મોત, જુઓ વિડીયો..

1959
Published on: 11:14 am, Tue, 27 April 21
www.gujaratupdate.in

સુરત પોલીસની દાદાગીરી

સુરત પોલીસની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી હોય તેવું દૃશ્ય ખડું થયું છે ત્યારે કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વજનને લઈને ચિંતામાં રહેતા સંબંધીને પોલીસે માનવતા નેવે મૂકીને લમધાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોરોનાના આ દર્દી માટે રક્ત લેવા આવેલા સંબંધીને મારમારી પોલીસ સ્ટેશન લઈ જઈને માનવતાની હદ વટાવી હોવાનો આક્ષેપ થયો છે. જોકે બીજી બાજુ દર્દીના પરિવાર મુજબ દર્દીને સમયસર રક્ત ન મળતા દર્દીનું કરુંણ મોત થયું છે.

સચિન GIDC વિસ્તારમાં કોરોના દર્દીમાટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા માટે નિકળેલા પરિવારનાં યુવકને પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે દાદાગીરી કરતા યુવકને માર પણ માર્યો હતો. જો કે દર્દીને યોગ્ય સમયે લોહી નહી મળતા હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.

હાલમાં કોરોના મહામારી વચ્ચે લોકો પોતાના સ્વજનને કોરોનામાં સપડાયા બાદ બચાવી લેવા માટે દિવસરાત એક કરી નાખતા હોય છે. દરમિયાન આ સ્થિતિમાં સુરત પોલીસના જવાનોએ પોતાની માનવતા નેવે મૂકી હોવાનો એક મામલો સામે આવ્યો છે. સુરતના છેવાડે આવેલા સચિન GIDC વિસ્તારમાં રહેતા એક યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારે પરિવારના બે લોકો આ દર્દી માટે માટે રક્ત લેવા ગયા હતા. જોકે રાત્રે 8 વાગતા કરફ્યૂ લાગી જતા પોલીસ રસ્તે ફરતા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે.

સુરત : કોરોનાના દર્દી માટે રક્ત લેવા આવેલા સ્વજનોને પોલીસે ફટકાર્યા, સમયસર રક્ત ન મળતા મોત

મૃતક સંબંધી મોહમ્મદ જાવેદ શેખે કહ્યું કે, મરનાર નજીર મોહમ્મદ મલેક મારા કાકા સસરા છે. 19 મી તારીખે તેમને ઉનની અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે લોહીની તત્કાલ સગવડ કરવા માટે જણાવ્યું હતું. અમે લોહી લેવા માટે અમારા વિસ્તારનાં સામાજિક કાર્યકર્તા જાફરભાઇ દેશમુખ સાથે નિકળ્યાં હતા.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317