ધારાસભ્યો ખરીદવા નો ભાજપનો વિડીયો વાયરલ થતા ભાજપમાં ખરભરાટ વિજય રૂપાણી સહિત મોટા નેતાઓ દોડતા થયા

1116
Published on: 5:23 pm, Sun, 1 November 20

પેટા ચૂંટણી

કોંગ્રેસે ધારાસભ્યોની ખરીદી અંગે જાહેર કરેલા કથિત વીડિયો મામલે મોટો ખુલાસો થયો છે. આ વીડિયો કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે સ્ટિંગ કરીને લીધો છે. જોકે, હાલમાં અંકિત બારોટ કોરોનાના કારણે ક્વોરન્ટીન હોવાનું સામે આવ્યુ છે. અંકિત બારોટ ગાંધીનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર છે.

ત્યારે વીડિયો જાહેર કરી કોંગ્રેસે ફરીવાર ભાજપ પર ધારાસભ્યોની ખરીદીનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો કથિત વીડિયો વાયરલ થયો છે.વાયરલ વીડિયોમાં સોમા ગાડા ભાજપ પક્ષ પર ધારાસભ્ય ખરીદવાનો લગાવ્યો આક્ષેપ લગાવી રહ્યા છે. કોંગ્રેસે જાહેર કરેલા વિડીયોમાં સોમા પટેલ સાથે ગાંધીનગર કોગ્રેસના વર્તમાન કોર્પોરેટર અકિત બારોટે સ્ટીંગ કર્યુ.

સોમા ગાંડા પટેલનો કથિત વીડિયો દર્શાવ્યો

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના આખરી દિવસે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં પુરાવા તરીકે સોમા ગાંડા પટેલનો સ્ટીંગ ઓપરેશનનો એક કથિત વીડિયો પણ દર્શાવ્યો. જેમાં સોમા પટેલ ભાજપ સાથે ડીલની વાત કરતા નજરે પડે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપે કરોડો રૂપિયા આપી કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરી છે. ભાજપના પાપે જ કોરોનાની મહામારી વચ્ચે 8 બેઠકો પર પેટા ચૂંટણી આવી છે. ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના રૂપિયા દ્વારા પ્રજાના મતને ખરીદવામાં આવે છે.

અર્જુન મોઢવાડીએ લગાવ્યા આ આરોપો

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપ દ્વારા સોમાભાઇને 10 કરોડમાં ખરીદાયા હોવાની વાત છે. ભાજપે તેમને ટિકીટ આપી નથી તેથી રોકડનો સોદો કર્યો હશે. તેમજ તેણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં રહેલા કાર્યકરોને માત્ર થાળી, તાળી વગાડવાની અને ખુરશીઓ જ સાફ કરવાની હોય છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવારોને સીધા જ નેતા બનાવી દેવામાં આવે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.