પાટીદારો સાથે જોડાયેલા સુરતના મોટા ગજાના નેતા ભાજપમાં જોડાશે, સવાણી VS ગજેરાની ભાજપની રણનીતિ હોઈ શકે

2261
Published on: 12:52 pm, Fri, 16 July 21

• ગજેરાની મોદીવિરોધીની છાપ છે
• ભાજપ છોડીને 2007 બાદ કોંગ્રેસમાં જોડાયા હતા

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ તો ઘણો લાંબો સમય છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની અંદરોઅંદર બદલીની તૈયારીઓ શરૂ થવા લાગે છે. નાના-મોટા નેતાઓ પોતાની જગ્યા શોધીને ફરી એક વખત પોતાના મનગમતા પક્ષ તરફ દોટ મૂકી રહ્યા છે, જ્યાં જેનું રાજકીય ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે ત્યાં આગળ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતના રાજકારણમાં પણ મોટી હલચલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Congress leader Dhirubhai Gajera likely to join BJP Savani VS Gajera  strategy of BJP | કોંગ્રેસના નેતા ધીરુભાઇ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરી શકે,  સવાણી VS ગજેરાની ભાજપની રણનીતિ હોઈ ...

ભાજપ દ્વારા સુરતમાં નવી રણનીતિ તૈયાર કરવામા આવી રહી છે. ત્યારે ભાજપમાં ફરી જોડાવા મામલે ધીરુ ગજેરાએ કહ્યું કે, મારુ મુખ્ય પાર્ટી છે. આ મારુ જૂનુ ઘર છે. તેથી હું મારા ઘેર જ જઉ છું. ભાજપના બે ભાગ પડ્યા હતા, ત્યારે અમે કેટલાક નેતાઓ અલગ થયા હતા. ત્યાર બાદ હું કોંગ્રેસમાં જોડાયો હતો. મારી સાથે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે. હાલ કી કાર્યકર્તા કહેવાતા મારી સાથે ભાજપમાં જોડાશે.

2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન અભિનેત્રી નગમા સાથે.

ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપ ના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસ ને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે.

મહેશ સવાણી સામેના પાટીદાર રાજકારણો વિશે તેમણે કહ્યુ કે, ચૂંટણીમાં ભાજપ કોની સામે ઉભા રાખશે તે મને ખબર નથી. ભાજપ મને જે કામ સોંપશે તે કરીશ. મહેશભાઈ સામે લડવાનો પાર્ટીનો નિર્ણય હશે, તે મુજબ હુ કરીશ. હું પાટીદાર જ નહિ, પરંતુ તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલીશ. એક જાતિથી ક્યારેય રાજકારણ ન થાય. તમામ સમાજને સાથે લઈને ચલાય તો જ તે રાજનીતિ કહેવાય.

ધીરુભાઈ ગજેરા.

ભાજપ છોડીને 2007 બાદ કોંગ્રેસમાં જોડાયા હતા
ધીરુભાઇ ગજેરા મૂળ જનસંઘથી જોડાયેલા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2017માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. ફરી તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317