કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું, હાઈકમાન્ડે સ્વીકારી લીધુ,

972
કોંગ્રેસ
  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપતા જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા
  • મહાનગર પાલિકામાં પરાજય બાદ પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપ્યાં હતાં

જરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ પ્રમુખ પદેથી અને પરેશ ધાનાણીએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. હાઇકમાન્ડે તેમના રાજીનામાં સ્વીકારી લીધા છે. માર્ચના અંત સુધીમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ત્યાં સુધી અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણી નહીં આપે રાજીનામું, હાઇકમાન્ડે આપી સૂચના | Amit  Chavda and Paresh Dhanani Do not resign, High command Give Notice

અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે આવેલા પરિણામો અમારી અપેક્ષાથી સાવ વિપરિત છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે હારની જવાબદારીનો સ્વીકાર કરું છું. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મેં રાજીનામું મોકલી આપ્યું છે. આવનાર દિવસોમાં પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક સૈનિક તરીકે પાર્ટીના બધા જ કાર્યકર્તા સાથે રહીને 2022માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો તિરંગો લહેરાય, સામાન્ય જન શાસન હોય, લોકોની ચિંતા કરનારી સરકાર હોય. લોકોના હક અને અધિકાર મળી તેની લડાઇ લડતા રહીશું.

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું

અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.

Hardik Patel: MIRRORLIGHTS : Hardik Patel joins Congress, praises Rahul,  attacks Modi

હાર્દિક પટેલનું ટ્વિટ, કોંગ્રેસ મજબૂત વિપક્ષ બનીને લડશે

કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષના મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.જેને હાઈકમાન્ડે સ્વીકારી પણ લીધું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ અને પરાજિત થયેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી. વિજેતા ઉમેદવારો કાલથી જ જનતાની સેવામાં લાગી જાય તેવી વિનંતી કરું છું. આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ બનીને રોડ પર સંઘર્ષ કરીને જનતાના વિશ્વાસને પ્રાપ્ત કરશે. રોડથી લઈને વિધાનસભા સુધી કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભુમિકામાં અગ્રેસર રહેશે.

NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપતા જ ગણતરીની મિનિટોમાં NSUI ના નેતાઓ જ એક્ટિવ થઈ ગયા છે સોશીયલ મીડિયામાં પર આગામી પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ગોહિલને બનાવવામાં કૅમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે.પ્રદેશ પ્રમુખના રાજીનામાના દુઃખના બદલે NSUI ના આગેવાનો જાણે પોતાના નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા હરીફાઈમાં હોય તેવું લાગી રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317