સી.આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી ગરબે રમનારા સુરત મજુરા ના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝીટીવ

1062
Published on: 1:33 pm, Thu, 27 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ


ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં MLA હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હર્ષ સંઘવીને ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ લક્ષણો દેખાતા કરાયો હતો કોરોના ટેસ્ટ હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી જાણકારી પોતાના સંપર્કમાં આવનારને કોરોન્ટાઇનની અપીલ.. કેસની સંખ્યા વધીને 19,825 થઈ, મૃત્યુઆંક 794 થયો

સી.આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી ગરબે રમનારા સુરતના MLA હર્ષ સંઘવીને કોરોના થયો

વિવાદોમાં સતત સપડાતા રહેતા સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા લીધા હતાં.જેમાં ગરબે ન રમે તેમને સાસુના સમ આપવામાં આવી રહ્યાં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થતાં અન્ય કેટલા લોકોને કોરોના થયો હશે તે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.જાહેરમાં ગરબા અને માસ્ક વગર લોકો જોવા મળ્યાં હતાં. ત્યારે સવાલો લોકોએ ઉઠાવ્યા હતા કે, ભગવાનની યાત્રાઓ અને ઉત્સવો બંધ રહ્યા ત્યારે નેતાઓ આ રીતે કેમ ફરી શકે શું કોરોના ન થાય.

ગરબા ન રમે તેની સાસુના સમ અપાયેલા
કેશોદ ચોકડી પર ગરબે રમતી વખતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ કાર્યકરોને ગરબે રમવા માટે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ગરબે ન રમે તેમને સાસુના સમ આપવામાં આવી રહ્યાં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ