સુરતમાં કોરોનાના UKનાં નવા સ્ટ્રેનની એન્ટ્રી, બહારથી આવતા લોકો માટે નિર્દેશિકા જાહેર, નવા ક્લસ્ટર જાહેર કરાયા…

1156
Published on: 6:40 pm, Sat, 6 March 21

પાલનપુર, પાલ, વરાછા અને સરથાણામાં ફરી ક્લસ્ટર જાહેર કરાયા

સુરતમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેનના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સામાન્ય કેસ પણ ચૂંટણી પછી માથું ઊંચકી રહ્યા છે તેવામાં પાલિકા દ્વારા ખાસ દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવી છે અને ત્યારબાદ જ ઘરે જવું હિતાવહ હોવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહી રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કોરોનાનું સંક્રમણ વધતા બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે.

શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 54285 પર પહોંચ્યો

સ્કૂલોમાં વધુ તકેદારી રાખવા માટે નોટિસો પણ પાઠવવામાં આવી છે.

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54285 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાં 75 અને જિલ્લાના 7 લોકો મળી કુલ 82 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 52,541 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.

નવા સ્ટ્રેનના કેસોની સંખ્યા હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ તંત્ર દ્વારા નવા સ્ટ્રેસનું સંક્રમણ વધે નહીં તે માટે આગમચેતી શરૂ પગલાં ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ  આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 168 જયારે  ગ્રામીણ વિસ્તારમાં 69 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  35331 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 995 પર પહોંચ્યો છે. તેવામાં આજે 256  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.બહારગામથી ફરીને આવેલા વ્યક્તિને કારણે પરીવારના અન્ય સભ્યને ચેપ નહી લાગે તે માટે શહેરમાં પરત ફરેલા લોકોએ પહેલા પ્રાથમિકતાના ધોરણે કોવિડ પરિક્ષણ કેન્દ્રો તેમજ ધનંતરી આરોગ્ય રથ પર કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના ઘરમાં પ્રવેશ કરવો તેવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે.

સ્કૂલોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.

કુલ 2070 લોકો ક્લસ્ટરમાં મૂકાયા

પાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ સુરત શહેર જિલ્લામાં કોરોના કેસ 35થી વધુ આવતા હતા. હવે છેલ્લા 2 દિવસથી 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા પાલિકાએ ફરી ક્લસ્ટરનો અમલ શરૂ કર્યો છે. વરાછા ઝોનમાં સંકલ્પ રેસીડેન્સીમાં 68 રહિશો, સરથાણા ઝોનમાં સીતુનગર, અજમલ પેલેસ, ધર્મિષ્ઠા પાર્ક, રામનગર, સીતારામ સોસાયટીના કુલ 264 રહિશોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. રાંદેર ઝોનમાં રાજહંસ ઓરેન્જ, સલજ હોમ્સ, સ્નેહ સ્મૃતિ સોસાયટી, સ્વપ્ન સૃષ્ટિ એપોર્ટમેન્ટ, યોગી કોમ્પલેક્સ, સરપંચ મહોલ્લો, ડિવાઈન રેસીડેન્સી, ઓમકાર રેસીડેન્સી, વિજયાલક્ષ્મી હિલ્સ, નીલકંઠ રેસીડેન્સી, રાજહંસ કેમ્પસ, સ્વસ્તિક વિલા, આકાર જ્યોત એપાર્ટમેન્ટ, પાદરીયો મહોલ્લો, રામગર કોલોની, બ્લુ ડાયમંડ એપાર્ટમેન્ટ, રંગરાજ રેસીડેન્સીના મળી કુલ 1738 રહિશોને ક્લસ્ટર જાહેર કરાયા છે.

લોકમાન્ય સ્કૂલમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ

 ત્યારબાદ 1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ 45થી 49 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. શહેરીજનો કોરોનાની - રસીથી વચિત નહી રહે તે માટે રાત્રીના - 10 વાગ્યા સુધી રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો - છે. સેન્ટ સેન્ટ્રલ ઝોનમાં કડિયાવાલા અર્બન હેલ્થ સેન્ટર, વરાછા ઝોન એમાં સ્મીમેર હોસ્પટિલ, વરાછા ઝોન બીમાં નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, રાંદેર ઝોનમાં પાલ હેલ્થ સેન્ટર, ક્લારગા ઝોનમાં કતારગામ હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં બમરોલી હેલ્થ સેન્ટર, અઠવા ઝોનમાં અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને લિંબાયત ઝોનમાં ભાઠેના અર્બન હેલ્થ સેન્ટર પર રાત્રીના 10 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે.

શહેરમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળાના સ્ટાફમાં કોરોના પોઝિટીવ કેસ જોવા મળી રહ્યા છે, આ સ્થિતિ વચ્ચે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ધો.12 સાયન્સના 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી રાંદેર ઝોનની આરોગ્ય વિભાગની ટીમે ધો.12 સાયન્સના તમામ વર્ગખંડો બંધ કરાવવા માટે શાળા સંચાલકોને નોટિસ આપી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317