મોટા વરાછા : ૨૦ દિવસ પહેલા બનાવેલા રસ્તા પર પડેલા ખાડા પાસે રંગોળી કરી સ્થાનિકોએ કર્યો વિરોધ..

782
Published on: 6:31 pm, Mon, 15 March 21
મોટા વરાછા

સુરતના મોટા વરાછામાં ખરાબ રોડને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રની આંખ ખુલે તે માટે લોકોએ રોડ પર ખાડા પડેલા હતા ત્યાં રંગોળી બનાવી અનોખો વિરોધ કર્યો હતો. રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ચેતવામાં આવ્યા જેથી ભ્રષ્ટાચારના ખાડાઓને કારણે કોઈ અકસ્માત ન સર્જાય. સાથે જ્યાં ખાડા પડેલા હતા ત્યાં રંગોળી કરી છોડ ઉગાડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએથી ભ્રષ્ટાચારના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે આજરોજ વધુ એક ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી સુરતમાંથી સામે આવી રહી છે. તમે અત્યાર સુધી હીરાનું સુરત અને જરીનું સુરત આ નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ હવે સુરતનું નવું નામ પણ પડ્યું છે “ખાડામાં સુરત”! તમને આ નામ સાંભળીને નવાઈ લાગતી હશે. તમે વિચારતા હશો કે, આ નામ કોણે આપ્યું અને શા માટે આપ્યું હશે?

સુરતના મોટા વરાછામાં નવો મેઈન રોડ બન્યાને હજુ 20 દિવસ થયા નથીને ગાબડા પાડવા લાગ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા ઘણા સમયથી Vip સર્કલ થી ગોકુલધામ સુધી નવો RCC રોડ બની રહ્યો છે. નવા બનેલા રોડ ઉપર ખાડા પડતા Rcc કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવીર રહ્યું છે. A .R મોલ ની સામે નવો બનતો rcc રોડ માં ગાબડા જોવા મળ્યા છે.

મોટા વરાછામાં રોડ બન્યાને હજુ 20 દિવસમાં જ ગાબડા પડતા જાગૃત નાગરિકોએ તેનો વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, નવા બનેલા રોડ ઉપર ખાડા પડતા જાગૃત નાગરિકોએ ત્યાં વૃક્ષરોપણ કરીને રંગોળી પણ પૂરી છે. રંગોળી કરીને નીચે લખવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચાર થયો છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317