કોરોના કેસ વધતા હોવાથી ગુજરાત ના મુખ્ય આરોગ્ય સચિવ જ્યંતી રવિ પહોંચ્યા મોટા વરાછા

670
Published on: 5:48 pm, Wed, 1 July 20

મોટા વરાછા સુરત

અમદાવાદ કરતા હવે સુરત માં કોરોના કેસ ના આંકડાઓ વધી રહ્યા છે , એવામાં લોકો એ પોતાની જાતે જ સલામતી રાખવી જરૂરી છે.

સુરત મહાનગરપાલિકા માં સમાવિષ્ટ વોર નંબર-૨ મોટા વરાછા વિસ્તારમાં કોરોના વાઇરસ ના વધતા જતા કેસ ને ધ્યાન માં લઇ ને આજ રોજ ગુજરાત સરકાર ના મુખ્ય આરોગ્ય સચિવ શ્રીમતી જ્યંતી રવિજી, સુરત મહાનગરપાલિકા ના કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીજી અને વરાછા ઝોન-બી ના અધિકારીઓ ની ટીમ તથા પોલીસ સ્ટાફ આજે સુદામા ચોક ખાતે નિરીક્ષણ માટે આવ્યા હતા.

આગામી દિવસો મા કોરોના વાઇરસ ને લીધે વોર્ડ નંબર-૨ માં વસતા લોકો ને કેવી રીતે કોરોના ગ્રસ્ત થતા બચાવી શકાય અને સ્થિતિ વધારે વણસે નહિ એ માટે વિસ્તૃત ચર્ચા કરવા માં આવી. હાલ મોટા વરાછા માં આવેલ દુકાનો બંધ રાખવામાં આવી છે.લોકો ને કામ વગર બહાર ન નીકળવા ચુચના અપાઈ છે. ઘર માં પણ માસ્ક પહેરી રેવા માટે કહ્યું છે. સોસાયટી માં ટોળા વળી બેસવાની મનાઈ કરવામાં આવી છે.

બીજી બાજુ શોપિંગ વાળા તથા નાના દુકાનો વાળા કહી રહ્યા છે જો દુકાનક બંધ રખાવશો તો કેમ ચાલશે ,રોજીરોટી માટે આ દુકાનો ખોલવી જ પડે એમ છે. અગાઉ લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા બંધ ના આદેશ આપવામાં આવ્યા હતા જેનું અમોએ પાલન કર્યું હતું, પણ હવે લોકો પાસે ખાવા માટે ના પૈસા નથી એવામાં દુકાનો બંધ કેમ રાખવી…

લોકો ને કરી અપીલ, કામ હોય તો જ બહાર નીકળો, સાથે માસ્ક ફરજીયાત પહેરો, સેનેટાઈઝર નો ઉપયોગ કરો અને કામ પૂરું થાય ઘરે જઈને નાહી લેવું અથવા હાથ પગ ધોઇ નાખવા અને કોઈ પણ શાકભાજી ગરમ પાણી માં ધોઈ ને પછી જ ખાઓ, અને સતત ગરમ પાણી પીઓ.

ઘરે રહો સલામત રહો

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત