દિવાળીમાં ફટાકડા નહીં મળે ,ફટાકડા ના ઉપયોગથી થનારા પ્રદૂષણ સામે પગલાં લેવા માંગ

478
Published on: 4:08 pm, Tue, 3 November 20

ફટાકડા

નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ દ્વારા વાયુ પ્રદૂષણના મુદ્દે મોદી સરકાર, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ને પ્રશ્નો પૂછ્યો છે અને જો તેમના દ્વારા હા માં ઉત્તર આપવામાં આવે છે તો 7થી 30 નવેમ્બર સુધી દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એનજીટીએ વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ સીપીસીબીને પ્રશ્નો પૂછ્યો છે કે શું જનવ્યવસ્થા અને પર્યાવરણના હિતમાં 7થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે? દર વર્ષે દિવાળી પર ધમાકેદાર આતશબાજી થતી હોય છે અને તેને પગલે વાયુ પ્રદૂષણમાં વધારો થતો હોય છે.

એનજીટી પ્રમુખ જસ્ટિસ એકે ગોયલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય, સીપીસીબી, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, દિલ્હી પોલીસ કમિશ્નર ઉપરાંત દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર પાસે જવાબ માંગ્યો છે.

એનજીટીએ વરિષ્ઠ વકીલ રાજ પંજવાની અને વકીલ શિવાની ઘોષને ન્યાય મિત્ર જાહેર કર્યા છે. બેન્ચે ઈન્ડિયન સોશિયલ રિસ્પોન્સિબિલિટી નેટવર્ક વતી સંતોષ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં એનસીઆરમાં આતશબાજીને પગલે પ્રદૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. કોવિડ 19 મહામારીને ટાંકીને તેમણે અસંતોષકારક વાયુ ગુણવત્તા રહેવાથી પ્રતિબંધ લાગુ કરવા માંગ કરી છે.

ફટાકડાના ઉપયોગથી થનારા પ્રદૂષણ સામે પગલાં લેવા માંગ

ગ્રીન ટ્રિબ્યુનલે વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજ પંજવાણી અને ધારાશાસ્ત્રી શિવાની ઘોની, આ મુદ્દે મદદ કરવા માટે નિમણૂંક કરી છે. ટ્રિબ્યુનલ, ઈન્ડિયન સોશ્યલ રિસ્પોન્સિબિલિટિ નોટવર્કે સંતોષ ગુપ્તા મારફત કરેલી અરજીની સુનાવણી હાથ ધરી રહી છે. આ અરજીમાં કોરોના ઉપદ્રવ ફેલાવાની ભીતિ સાથે એનસીઆર (નેશનલ કેપિટલ રીજન) વિસ્તારની હવાની ગુણવત્તા અસંતોષકારક છે એવા સમયે ફટાકડાના ઉપયોગથી થનારા પ્રદૂષણ સામે પગલાં લેવાની માગણી કરાઈ છે.

અરજીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના આરોગ્ય મંત્રીના નિવેદનોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે તહેવારોની સીઝનમાં વાયુ પ્રદૂષણને લીધે કોવિડ 19ના કેસોમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.