સુરત સિવિલ : રેમડિસીવીર ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ, પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા..

919
Published on: 2:31 pm, Sun, 18 April 21
  • ગોડાદરાની ફ્યુઝન લેબમાં રૂ. 899નું રેમડેસિવિર ઈન્જેક્શન 12 હજારમાં વેચતા હતા
  • 12 ઇન્જેકશન, 2.45 લાખ રોકડ અને 5 ફોન કબજે

 રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડની અછત છે સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન ની પણ અછત છે તેની વચ્ચે સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનના કાળા બજારીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે ઝડપી છટકું ગોઠવી ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ કર્યો હતો. 12 જેટલા રેમડીસીવર ઇજેક્સનનું કાળા બજારી કરતા 6 લોકોને પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ શખ્સો 1 ઇન્જેક્શન 12 હજારમાં વેચાતા હતા.

કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકશનોની કાળાબજારી કરતા 6 ને ક્રાઇમબ્રાંચે ઝડપ્યા છે. ડીસીબીના સ્ટાફે 12 રેમડેસિવિર ઈન્જેક્શનો, 2.45 લાખ રોકડા અને 5 ફોન મળી 2.89 લાખનો મુદામાલ કબજે કર્યો છે. 6 જણાની ટોળકીમાં યોગેશ કવાડ એમઆર, બે ભાઈ શૈલેષ અને નીતિન હડીયા લેબોરેટેરીના માલિક અને વિવેક ધામેલીયા નિત્યા મેડિકલ સ્ટોરનો માલિક અને નિત્યા હોસ્પિટલમાં પાર્ટનર છે. જયારે પ્રદીપ કાતરીયા લેબમાં નોકરી કરે તેમજ કલ્પેશ મકવાણા મેડિકલની બહાર રેમડેસિવિર ઇન્જેકશન લેવા આવતા ગ્રાહકો પર વોચ રાખતો હતો.

દર્દીના આધારકાર્ડનો પણ ઉપયોગ કરતા હતા.

શૈલેષ હડિયા અને નીતિન હડિયા બંને ભાઈ ઇન્જેક્શન વેંચતા હતા અને વિવેક ધામેલીયા ઇન્જેક્શન આપતો.  899 રૂપિયાના ઇન્જેક્શન 12 હજાર માં વેંચતા હતા. આરોપીએ ઈંજેક્શન સુરત નવી સિવિલ હોસ્પિટલ માંથી મેળવતા હોવાનું સામે આવ્યું છે.

70 હજારમાં આપવાની વાત કરી હતી

6 ઈન્જેક્શનના 70 હજાર રૂપિયા લેવાની વાત કરવામાં આવી હતી.

પોલીસે આ પ્રકરણમાં (1)કલ્પેશ રણછોડભાઈ મકવાણા (ઉં.વ.આ.23) રહે. એ-368 સીતારામ સોસાયટી અર્ચના સ્કૂલ પાસે પુણાગામ સુરતનાએ રૂપિયા 12 હજારમાં એક ઇન્જેક્શન વેચાણથી અપાવશે એમ જણાવતાં ગ્રાહકે 6 ઇન્જેક્શનની માગણી કરતાં રૂ. 70 હજારમાં મળી જશે એમ જણાવી આરોપી (2) પ્રદીપ ચોરભાઈ કાતરિયા ઉં.વ 21 (રહે. ઘર નં 71 મુક્તિધામ સોસાયટ પુણાગામ)ને ગોડાદરા ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઇ ગયા હતા અને લેબમાંથી પોતાની સાથે રેમડેસિવિર ઈન્જેક્શન લઇ નાણાંની માગણી કરતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. લેબોરેટરીમાં ચકાસણી કરતાં આરોપી (3) શૈલેશભાઈ જશાભાઈ હડિયા (ઉં.વ.આ. 29) રહે. ઘર નં 78 લક્ષ્મીપાર્ક સોસાયટી ગોડાદરા,સુરત શહેર (4) નીતીનભાઈ જશાભાઈ હડિયા (ઉં.વ.આ. 25)પાસેથી વધુ 6 ઈન્જેક્શન તથા વેચાણના રૂ.2,45,000 મળી આવ્યા હતા.

કોણ કોણ પકડાયું?

કલ્પેશ રણછોડ મકવાણા (23) (રહે.સીતારામ સોસા.,પુણાગામ)

પ્રદીપ ચકોર કાતરીયા(21) (રહે. મુક્તિ ધામ સોસાયટ, પુણાગામ)

શૈલેષ જશા હડીયા(29)(રહે,લક્ષ્મીપાર્ક સોસા.,ગોડાદરા)

નીતીન હડીયા (25)(રહે,લક્ષ્મીપાર્ક સોસા. ગોડાદરા)

યોગેશ કવાડ(24)(રહે,સંતોષીનગર સોસા.,પુણાગામ)

વિવેક ધામેલીયા(29)(રહે,સૌરાષ્ટ પેલેસ,મોટાવરાછા)

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317