અમદાવાદ માટે ખતરો : કરફ્યૂ ના દિવસ વધી પણ શકે છે , આજે સાંજે કોર કમીટી બેઠક બાદ લેવાશે નિર્ણય

1475
Published on: 2:28 pm, Sun, 22 November 20

અમદાવાદ ગુજરાત

આવતી કાલે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યુની અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય આજે સાંજે 6 વાગે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તો બીજીતરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કર્ફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ વધારો નહીં થાય હજુ સુધી દિવસના કફર્યૂ માટે કોઈ જ નિર્ણય નથી લેવાયો. હાલ માત્ર રાત્રી કફર્યૂની જાહેરાત કરાઈ છે જે ચાલુ રહેશે. અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં જ કેસ વધ્યા છે. તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસમાં વધારો નથી થયો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, કોરોનાના આંકડા સરકાર છૂપાવી નથી રહી. આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ