વાવાઝોડું : ગુલાબ બાદ શાહીન વાવાઝોડું થશે સક્રિય , 1 ઓક્ટોબર થી અસર થશે ચાલુ…

1941
Published on: 9:56 am, Wed, 29 September 21

ગુલાબ વાવાઝોડાને કારણે શાહિન વાવાઝોડું સક્રિય થશે

1 ઓક્ટોબરથી જોવા મળશે શાહિન વાવાઝોડાની અસર

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પાછળનું કારણ છે ગુલાબ વાાવાઝોડું. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે અને કચ્છના અખાતમાં વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતના દરિયા કિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે.

આમ, રાજ્ય ના સાત તાલુકાઓમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 13 તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના 50 તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતના 128 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

એક ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયા કિનારે વાવાઝોડું આકાર લેશે. શાહિન વાવાઝોડા દિશા નલિયાથી કરાચી અને ઓમાનની હશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે. સાથેજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે. આપને જણાવી દીએ કે શાહિન વાવાઝોડાને કારણે 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની સંભવના છે.

આ સિવાય ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ આજે ભારે વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટોછવાયો વરસાદલ પડી શકે છે. હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબીમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે એટલેકે 30 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317