સેલવાસ: પાડોશીએ ચાર વર્ષની બાળકીની કરી ક્રૂર હત્યા, દુષ્કર્મની આશંકા,મૃતદેહ કોથળામાંથી મળ્યો..

928
Published on: 5:43 pm, Sat, 13 March 21
ચર્ચા તો એવી પણ છે કે, પહેલા બાળકીને નશો કરાવ્યો હતો જે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
  • હેવાનિયતની હદ વટાવતું કૃત્ય
  • દાદરાનગર હવેલીના નરોલીમાં 4 વર્ષની બાળકીની હત્યા
  • બાથરૂમમાં કોથળામાંથી મળ્યો મૃતદેહ

ગુજરાત પાસેના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પાડીશી યુવકે બાળકીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બાળકી પર દુષ્કર્મની આશંકાને પગલે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ બાળકીની હત્યા અને લાશના ટુકડા મળતા બાળકીના પિતાએ દુઃખ સહન ન થતા ફીનાઇલ પી આપઘાત કરી લીધો છે.

Dadaranagar Haveli selvas Gujarat crime four year baby girl muder dead body  found in bag– News18 Gujarati

બાળકીના પિતાને તુરંત હોસ્પિટલ માં ખસેડાયા હતા. જ્યાં ઈલાજ દરમ્યાન બાળકીના પિતા નું મોત નીપજ્યું હતું. આમ, પિતા-પુત્રીના મોતને પગલે નરોલી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આરોપી પડોશમાં રહેતો હોય અને આવું દુષ્કૃત્ય કરશે એવુ કોઈને સપને પણ ખ્યાલ નો હતો.

ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક  પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પરિવાર સાથે પોલીસે પણ ગુમ બાળકીને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી. પરંતુ ઘરથી ક્યાંય દૂર ગઇ ન હતી. જે બાદ પોલીસે બાળકીનો પરિવાર જે બિલ્ડીંગમાં રહેતો હતો એ બિલ્ડિંગના તમામ ફ્લેટની તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીના પડોશમાં જ રહેતા  એક વ્યક્તિના ફ્લેટમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ફ્લેટમાં કંઈ મળી આવ્યું ન હતું. જોકે, એ ફ્લેટની બાથરૂમની બારીના કાચ તૂટેલા હતા આથી પોલીસને આશંકા ગઈ હતી.

એપાર્ટમેન્ટના પેસેજમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુ દેખાઇ

આખરે  બિલ્ડિંગના કોઈ ફ્લેટમાં બાળકી નહીં મળી આવતા પોલીસે એપાર્ટમેન્ટના આસપાસમાં  તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન એજ એપાર્ટમેન્ટના એક પેસેજમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તે કોથળોમાં તપાસ કરતા કોથળામાં હત્યા કરાયેલી હાલતમાં  બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ  પર તિક્ષણ હથિયારના અનેક ઘા ઝીંકી અને બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી સમગ્ર વિસ્તારના  રહીશોમાં રોષની લાગણી ભભૂકી રહી હતી.

બાળકીને  નશો કરાયાની આશંકા

મળતી માહિતી પ્રમાણે, નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી.

પિતાએ આઘાતમાં કર્યો આપઘાત

માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરી નાંખતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ રાતે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ત્યાં જ પિતાનું પણ અવસાન થયું છે. આ ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને પોલીસ મથક ગઇ ગયા હતા.

પાડોશીની અટકાયત 

પોલીસે આ મામલામાં બાળકીના પડોશીની શંકાના આધારે અટકાયત કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરાયેલી હાલતમાં કોથળામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને રજત નામના પડોશીને સ્થાનિકોએ માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317