- સીંગવડના તોરણી ખાતે 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો
- શાળા છૂટયા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ
- મોડી રાત્રે એસપી,એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોચી
- મૃતદેહ ને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરાઇ
દાહોદના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ભણવા ગયેલી ધોરણ 1 ની વિદ્યાર્થિનીનો શાળાના કંપાઉન્ડમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં મહિલા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મહિલાઓ સાથે દુષ્કર્મ અને સતામણીના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લામાં બનતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
સિંગવડ તાલુકાના પીપળીયા ગામની 6 વર્ષીય બાળકી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એક અભ્યાસ કરતી હતી. રોજ રાબેતા મુજબ શાળામાં સવારે ગઈ હતી અને સાંજે શાળા છૂટ્યાં પછી પણ મોડે સુધી ઘરેના પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે શાળાના પાછળના ભાગે શાળાના કંપાઉન્ડમાંથી બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કૃત્ય આચરી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.