શબવાહિનીઓ ખૂટી પડતા હવે શું 108માં લઈ જવાશે મૃતદેહો, 108 પર શબવાહિનીનાં સ્ટિકર લગાવી મૃતદેહ લઈ જવાયા..

1115
Published on: 2:10 pm, Tue, 20 April 21
  • મોત થયા બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે
  • મૃતદેહ વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે
  • શબવાહિનીઓ ખૂટી પડતા હવે શું 108માં લઈ જવાશે મૃતદેહો

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર છે. પોઝિટીવ કેસની સાથે સાથે અહીં સતત મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મૃતદેહ લેવા માટે સગાઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આવામાં હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિનીઓ પણ ખૂટી રહી છે. ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં.

કોરોનાકેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાને કારણે થતાં મોતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોત થયાં બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને હવે એમાં મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાનો વિસ્ફોટ થતા રાજ્યમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલની બહાર દર્દીઓને લઈ ઉભેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. કોરોનાને કારણે મોત થયાં બાદ મૃતદેહને હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે.

એમ્બ્યુલન્સ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામે લાગી

કોરોનાને કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગે છે. બીજી તરફ, કોરોનાને કારણે મોત થયાં બાદ ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગે છે. ડેડબોડી વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં ડેડબોડી લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

એમ્બ્યુલન્સના પાછળ દરવાજા પર શબવાહિની લખવામાં આવ્યું હતું.

કોરોનાથી થતા મોતનો આંકડો વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છતાં મૃતદેહ લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ મૃતદેહને લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

એક એમ્બ્યુલન્સમાં 2-2 ડેડબોડી

2 દિવસ અગાઉ જ શહેરમાં એક એમ્બ્યુલન્સમાં 2 ડેડબોડી લઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં, ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવવામાં આવ્યું અને એનો ઉપયોગ પણ શબવાહિની તરીકે થતો હોવાથી હવે શબવાહિની પણ ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317