રાજકોટ ગુજરાત
રાજકોટ શહેરમાં એકાંતવાસમાં રહેલા ભાઈ- બહેનના કિસ્સા બાદ હવે સી.એ.નો અભ્યાસ કરતી બીમાર પૂત્રીને ઘરમાં પૂરી રખાઈ હોવાનો ચોંકાવનારો મામલો ગઈકાલે (સોમવાર) સામે આવ્યો હતો. પરંતુ આ ઘટનામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ઘરમાં બંધ યુવતીના રેસ્ક્યું બાદ આજે તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. છેલ્લા 6 માસથી યુવતી ઘરમાં બંધ હતી. જેણે 8 દિવસથી ખાધા-પીધા વગર બંધ રખાઈ હતી. યુવતીને જે ઘરમાં બંધ રખાઈ હતી તે ઘરમાંથી યુરિન ભરેલી થેલીઓ પણ મળી હતી.
જાણો રાજકોટની સીએમ યુવતીની શું હતી કહાની?
છેલ્લા 8 વર્ષથી પીડિતો માટે કામ કરતી સંસ્થા સાથી સેવાગ્રુપના જલ્પાબેન પટેલને એક હોટેલ સંચાલક છોટુ ગમારા ફોન કરી જણાવ્યું હતું કે શહેરના સાધુવાસવાણી રોડ પર એક દીકરી દયનીય હાલતમાં છે જેને મુક્ત કરાવવાની છે. જેથી સંસ્થાની ટીમ રવિવારે સાંજે યુવતીના ઘરે પહોંચી ત્યારે ત્યાનો નજારો જોઈ અવાચક રહી ગઈ. યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમામાં હતી અને તેન મોં માંથી ફીણ નીકળી રહ્યા હતા. તેની પાસે તેના માતા – પિતા, કાકા અને બહેન બેઠા હતા અને આસપાસ યુરીનની કોથળીઓ અને ટબને કારણે દુર્ગંધ આવતી હતી.
મળતી માહિતી પ્રમાણે સાથી સેવા સામાજિક સંસ્થાએ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરથી એક 25 વર્ષીય યુવતીને છોડાવી હતી. યુવતીને તેના જ માતાપિતાએ ગોંધી રાખી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જે બાદમાં સંસ્થાના કાર્યકરો યુવતીની સ્થિતિ જોવા માટે તેના ઘરે પહોંચ્યા હતા ત્યારે ચોંકવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.
છેલ્લા 4 દિવસથી અલ્પાની તબિયત બગડી હતી
મૃત્યુ પામનાર અલ્પા બે બહેનમાં નાની હતી. તેના પિતા મહેન્દ્રભાઇ સેજપાલ અને કાકા સુરેશભાઇ સેજપાલ નાના મવા સર્કલ પાસે અલગ અલગ સ્થળે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. મૃતકનાં બહેન પરિન્દાબેન વીમાનું કામ કરે છે. તેણે અને માતા હર્ષાબેને આક્રંદ સાથે જણાવ્યું હતું કે અલ્પા M.com., M.B.A.નો અભ્યાસ કર્યો હતો. છેલ્લા વર્ષમાં એટીકેટી આવી એ સોલ્વ કરવાની હતી. ચારેક દિવસથી અલ્પાની તબિયl બગડી હતી. એના શરીરનો બાંધો પહેલેથી જ એકલવડિયો હતો. ઊલટીઓ થતી હોવાથી અમે નજીકના દવાખાનેથી જ દવા લીધી હતી અને સારવાર ચાલુ કરાવી હતી.
અમે ખોટું કર્યું હોય તો અમને જે સજા મળે એ મંજૂર છે- મૃતક યુવતીની બહેન
પરિન્દાબેને વધુમાં કહ્યું હતું કે અમારી બહેન ભણેલીગણેલી અને અમારા માટે આધારસ્તંભ બનવાની હતી. અમે શા માટે જાણીજોઇને તેને બદતર હાલતમાં ધકેલીએ? અમારી સાથે એવું વર્તન કરાયું હતું કે જાણે અમે ગુનેગાર બની ગયા છીએ, ડરાવીધમકાવીને અમને ધરાર અલ્પાબેનને સિવિલ હોસ્પિટલમાં લઇ જવા અને હોસ્પિટલે આવ્યા પછી પણ સતત અમને અમે ખોટું કર્યું છે એવું સ્વીકારી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. અમે જો ખોટું કર્યું હોય તો અમને જે સજા મળે એ મંજૂર છે. આટલી વાત કરી પરિન્દાબેને પોક મૂકી હતી.
જો કે છેલ્લા છ મહિનાથી ઝઝુમતી યુવતી આખરે જીંદગી સામે જંગ હારી ગયેલી જોવા મળી. યુવતીના મોત પાછળ રહી ગયા અનેક વણઉકેલ્યા સવાલો.
- શા માટે યુવતીને પોતાના ઘરમાં જ કરાઈ હતી કેદ?
- કેમ તેનો પરિવાર તેની નહોતો લેતા સાર સંભાળ?
- શા માટે યુવતી છેલ્લા 8 દિવસથી ભૂખી હતી?
- કેમ યુરિન ભરેલી કોથળીઓ અને ટબ યુવતીના રૂમમાંથી મળી આવ્યા?
- શું પરિવારને દુર્ગંધ નહોતી આવતી?
- એવી તો શું મજબુરી હતી પરિવારની કે CAનો અભ્યાસ કરતી યુવતીને બનાવી બંધક?
- શું કોઈ અંધશ્રદ્ધા છે કારણભૂત?
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ