ખેડૂત આંદોલનમાં વધુ 4 ખેડૂતના મોત; અત્યાર સુધીમાં 54 મૃત્યુ; એકની ઉંમર માત્ર 18 વર્ષ હતી..

1080
ખેડૂત આંદોલન 40 દિવસ

ખેડૂતો 40 દિવસથી દિલ્હીની સરહદોએ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યાં રવિવારે વધુ ચાર ખેડૂતોના મોત થયા હતા. આ ખેડૂત આંદોલનમાં અત્યાર સુદીમાં ૫૪ ખેડૂતોનાં મોત થયા છે. તેમાંથી ચાર ખેડૂતોના મોત રવિવારે સવારે થયા હતા. આ મૃતકોમાં ૧૮ વર્ષના એક યુવાનનો પણ સમાવેશ થાય છે. ચારેયના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હજી એક ખેડૂતની હાલત ગંભીર છે. બીજી તરફ ખેડૂત નેતાઓ સોમવારે સરકાર સાથે સાતમી વખત બેઠક યોજવાના છે. આ પહેલાંની બેઠકમાં બે મુદ્દે સહમતી સધાઈ હતી પણ કાયદા મુદ્દે હજી પણ ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં મડાગાંઠ ઉકેલાય તેવી શક્યતા છે.

ટ્રોલી અને ટેન્ટમાં મૃતદેહ મળી આવ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે મોડી રાત્રે બઠીંડાના ૧૮ વર્ષના જશ્નપ્રીતસિંહ નામના યુવાનની તબિયત બગતી હતી. તેને સિવિલ અને પછી પીજીઆઈમાં લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે ઉપરાંત હરિયાણાના જિંદના જગબીરનું શબ ટ્રોલીમાંથી મળી આવ્યું હતું. આ ઉપરાંત સોનીપતના બલબીરસિંહ અને પંજાબના નિર્ભયસિંહ શનિવારે રાત્રે ટેન્ટમાં ઉંઘી ગયા હતા અને સવારે તેમના સાથીઓએ જગાડયા તો શરીરનું કોઈ હલનચલન નહોતું. હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ખેડૂતો સ્થળ છોડવા તૈયાર નથી
બીજી તરફ, ગાઝીપુર બોર્ડર પર સવારે વરસાદ થયો હતો. આ મુદ્દે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ સિંહ ટિકૈતે કહ્યું કે, અહીં પહાડો પર વરસાદ થાય, એવી સ્થિતિ બની છે. અમારી અપીલ છે કે, જે પણ ખેડૂતો ગાઝીપુર બોર્ડર આવે, તેઓ ટ્રેક્ટરમાં પોલિથિન, ત્રિપાલ સહિતની ચીજવસ્તુઓ લઈને આવે. ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ)ના મહા સચિવ હરિન્દર સિંહે કહ્યું કે, ખરાબ હવામાનના છતાં ખેડૂતો સ્થળ છોડવા તૈયાર નથી. ઊલટાનું ખેડૂતોનું વધુ એક જૂથ રવિવારે દેખાવમાં સામેલ થયું. વરસાદને પગલે ટેન્ટમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ અમે હટીશું નહીં. અમે વૉટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરી છે.

કોઈનો મૃતદેહ ટ્રોલીમાં તો કોઈનો ટેન્ટમાં મળ્યો

મળતી માહિતી મુજબ, બહાદુરગઢ નજીક ટીકરી બોર્ડર પર ઘરણા કરી રહેલ બઠિંડાનો 18 વર્ષિય જશ્નપ્રીત સિંહની શનિવારે મોડી રાત્રે અચાનક તબીયાત બગડી હતી. તેને સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ PGI લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હરિયાણાના જીંદના જગબીરનો મૃતદેહ એક ટ્રોલીમાંથી મળ્યો હતો. તેઓ ટીકરી બોર્ડર પર જ વિરોધ કરી રહ્યા હતા. તે 66 વર્ષના હતા.

સિંધુ બોર્ડર પર સોનીપતના બલવીરસિંહ અને પંજાબના લિદવાનો રહેવાસી નિર્ભય સિંહ શનિવારે રાત્રે પાર્કર મોલના ટેન્ટમાં સૂઈ ગયા હતા. સવારે જ્યારે સાથીદારોએ જગાડવાનો પ્રયાસ કર્યો, તેમના શરીરમાં કોઈ હિલચાલ નહોતી. હોસ્પિટલમાં લઈ જતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.આ સિવાય અન્ય એક ખેડૂતને હાર્ટ એટેક આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાથી તેને PGI રિફર કરાયો છે.

સરકાર અમારી સ્થિતિને ગંભીરતાથી લેતી નથી : ખેડૂત નેતા

ખેડૂતોએ રવિવારે જણાવ્યું હતું કે, સરકાર અમારી સ્થિતિ અને માગણીને ગંભીરતાથી લેતી નથી. જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે પરત જવાના નથી. ખેડૂત નેતા ઓંકાર સિંહે જણાવ્યું કે, અમે બધા જ ઠંડી, વરસાદ અને તમામ કપરી સ્થિતિનો સામનો કરીશું પણ પાછા નહીં જઈએ. બીજી તરફ અન્ય એક ખેડૂત નેતાએ કહ્યું કે, અમે ૧૩ જાન્યુઆરીએ લોહરી પણ અહીંયા જ ઉજવીશું અને કૃષિ કાયદાની નકલો બાળીશું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ