ખેડૂત આંદોલન ને વેગ આપવા પંજાબથી 700 ગાડીઓ પહોંચી રહી છે ટિકરી બોર્ડર, 2 ફેબ્રુઆરી સુધી કરાયો આ દાવો..

3609
Published on: 2:12 pm, Sun, 31 January 21
ખેડૂત આંદોલન
  • ગાજીપુર બોર્ડર પર ખેડૂતો વધ્યા 
  • પોલીસે 12 લેયરની બેરિકેડિંગ કરી 
  • ટીકૈતે પીએમ મોદીને કરી આ અપીલ

ખેડૂતોએ ગાજીપુર ગજવ્યું 

ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે નવા વળાંક જોવા મળી રહ્યા છે. પહેલા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો પરંતુ રાકેશ ટીકૈત આ આંદોલનમાં ગેમચેન્જર સાબિત થયા છે અને તેમના આહવાહન પર ઘણાબધા લોકો બોર્ડર પર પહોંચી રહ્યા છે ત્યારે હવે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર દૂર દૂર સુધી ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે.

દિલ્લીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને બળ આપવા માટે આજે પંજાબથી 700થી વધુ ગાડીઓ દિલ્લીની ટિકરી બોર્ડર તરફ રવાના થશે. આ ગાડીઓમાં ટ્રેક્ટર, ટ્રોલી, કાર અને બસ પણ સામેલ છે. તો આ તરફ સિંધુ બોર્ડર પર પોલીસ સાથે અથડામણ બાદ હવે સિંધુ બોર્ડર કિલ્લામાં તબદીલ થઇ ચૂકી છે.

ગાજીપુર અને ટિકરી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તમામ તરફ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. ગણતંત્રના દિવસે થયેલી હિંસાને દિલ્લી પોલીસે 1700 વીડિયો ક્લિપ્સ ભેગી કરી છે અને અત્યાર સુધી આ કેસમાં કુલ 38 FIR દાખલ કરવામાં આવી છે.

દિલ્લી પોલીસે 84 ઉપદ્રવીઓની ધરપકડ કરી છે, જ્યારે CCTV ફૂટેજ અને લોકો પાસેથી મળી આવેલી મોબાઇલ ક્લિપ્સ સહિત 1700 વીડિયો ક્લિપ્સનું ક્રાઇમ બ્રાંચ વિશ્લેષણ કરી રહી છે.

કિલ્લામાં ફેરવાઇ ગાજીપુર બોર્ડર 

ખેડૂતોની સતત વધતી સંખ્યાને જોતાં પોલીસે રાતોરાત 12 લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેથી ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ ન વધી શકે. આ બેરિકેડિંગ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે કારણ કે પોલીસને આશંકા છે કે બજેટ સત્ર દરમિયાન ખેડૂતો ફરીવાર દિલ્હી તરફ આગળ વધી શકે છે. પરિસ્થિતિને જોતાં 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે.

શનિવારે ખેડૂતોએ કર્યો દાવો

અનેક ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે વધુ ને વધુ ખેડૂતો દિવ્હી આવી રહ્યા છે અને 2 ફેબ્રુઆરીએ રાજધાનીની સીમાઓ પર ખેડૂચ સંગઠન અને મજૂરોની ઐતિહાસિક ભીડ જમા થશે. આ સાથે ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ બલબીર સિંહે કહ્યું કે દિલ્હીની સીમા પર 2 ફેબ્રુઆરીએ વધારે ભીડની આશા છે.

શનિવારે પંજાબમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ભૂખ હડતાળ યોજાઈ

શનિવારે પંજાબના સંગરૂર અને મોહાલીમાં ખેડૂત અને કૃષિ મજૂરોને ખેડૂત આંદોલનને માટે ભૂખ હડતાલ કરી હતી. પંજાબના 14 જિલ્લામાં 40 સ્થળોએ પ્રદર્શન કારીઓએ નવા કાયદાના વિરોધમાં કેન્દ્રના પૂતળાં ફૂંક્યા, અનેક ક્ષેત્રથી લોકો આંદોલનમાં સામેલ થવા દિલ્હીની સીમા પર જઈ રહ્યા હતા. તેઓએ કહ્યું કે ઓછામાં ઓછા 700-800 ટ્રેક્ટરનો જથ્થો રવિવારે ટીકરી બોર્ડર પર પ્રદર્શન માટે રવાના થયો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂ