દિલ્હી આવનારા માર્ગ બંધ કરવાની ચેતવણી, જાણો આ 10 મોટી વાતો,ખેડૂતોએ કહ્યું- સરકાર આંદોલનને નબળું કરવા માંગે છે

2326
Published on: 2:54 pm, Thu, 10 December 20
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. 3 કૃષિ કાયદાને પાછા લેવાની માંગ પર અડેલા ખેડૂતો દિલ્હીની સરહદની સીમા પર પ્રદર્શન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોથી ખેડૂતો દિલ્હીની સીમા પર આવેલા છે. ખેડૂતોએ બુધવારે કેન્દ્રએ તેમના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જેમાં સરકારે કહ્યું હતુ કે તે એમએસપીએ જારી રાખવા માટે લેખિતમાં આશ્વાસન આપવાની તૈયારીઓ છે. ખેડૂત નેતાઓએ કહ્યું સરકાર જો બીજો પ્રસ્તાવ મોકલશે તો તેઓ વિચાર કરી શકે છે.
 • જો સરકાર નહીં સાંભળે તો ખેડૂતો ભરશે આવું
 •  ખેડૂત નેતાએ કહ્યું સરકાર જલ્દી આ ત્રણેય કાયદા પરત લે
 • ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે
 • farmerprotest

ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીની 10 મહત્વની વાતો

 • ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે જો 3 નવા કાયદા રદ્દ નહીં કરવામાં આવ્યા તો એક બાદ એક દિલ્હીના રસ્તા બંધ કરવામાં આવશે.
 • કક્કાનું કહેવું છે કે ખેડૂત સિંધૂ બોર્ડર પાર કરી દિલ્હીમાં પ્રવેશ કરવા બાબતે નિર્ણય લઈ શકે છે.
 • કિસાન નેતાએ કહ્યું છે 3 કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારે આવતા દોરની વાર્તા પર હજું કોઈ નિર્ણય નથી કર્યો.
 • ખેડૂત આ કાયદાનો વિરોધમાં ખેડૂત 14 ડિસેમ્બરે રાજ્યોમાં જિલ્લા મુખ્યાલયોને ઘેરશે
 • 12 ડિસેમ્બરે દિલ્હી જયપુર રાજમાર્ગ બંધ કરવામાં આવશે. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે 12 ડિસેમ્બકે આગ્રા- દિલ્હી એક્સપ્રેસ- વે બંધ કરવામાં આવશે અને તે દિવસે દેશના કોઈ પણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં આપવામાં આવે.
 • ખેડૂત નેતા પ્રહ્વાદસિંહ ભારુખેડાએ કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં કંઈ પણ નવું નથી અને અમે કૃષિ વિપણન કાયદાની વિરુદ્ધ પોતાનું પ્રદર્શન ચાલૂ રાખીશું.
 • ખેડૂત સંગઠનોએ પોતાની માંગોને લઈને સરકારની સાથે 5 સ્તરની વાર્તા કરી ચૂક્યા છે. પરંતુ કોઈ પરિણામ આવ્યા નહી.
 • ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ખેડૂત સંગઠનોના 13 નેતાઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ તેનો પણ કોઈ હલ નિકળી શક્યો નહોંતો. એ બાદ બુધવારે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિયોની વચ્ચે થનારી છઠ્ઠી બેઠક રદ્દ કરી દેવાાં આવી હતી.
 • સરકારે ખેડૂતોને બુધવારે પ્રસ્તાવ મોકલ્યો છે જેણે તેમએ નામંજૂર કરી દીધો છે.
 • બુધવારે ખેડૂત આંદોલનને લઈને વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદની મુલાકાત કરી હતી. જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર સામેલ હતા.

જો સરકાર નહીં સાંભળે તો ખેડૂતો ભરશે આવું

આ સિવાય ખેડૂતો 14 ડિસેમ્બરે દેશમાં ધરણાં ધરશે. આ સમયે પણ સરકાર નહીં સાંભળે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓને ઘેરવામાં આવશે. કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર ખેડૂતો અટક્યા છે. તેમને લાગે છે કે જે હિત અને હક માટે તેઓ 14 દિવસથી ખુલ્લા આસમાન નીચે રાજકીય ચળવળ ચલાવી રહ્યા છે તેમનો હક મળી રહ્યો નથી.

નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. ખેડૂતોને મનાવવા માટે 6 રાઉન્ડની વાતચીત પછી સરકારનો લેખિત પ્રયાસ પણ બુધવારે નિષ્ફળ રહ્યો. સરકારે ખેડૂત કાયદામાં ફેરફાર કરવા સહિત 22 પાનાંનો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો હતો, પણ વાતનો નિવેડો આવવાની જગ્યાએ વાત બગડી ગઈ. ખેડૂતોએ સરકારી કાગળિયાઓને ફગાવી દીધા અને કહ્યું હતું કે હવે આંદોલન વેગ પકડશે.આ બધાની વચ્ચે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. તેઓ સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, તોમર આજે ખેડૂતોને આંદોલન ખતમ કરવા અને સાથે મળીને નિવેડો લાવવાની અપીલ કરશે.હવે જયપુર-દિલ્હી અને આગરા-દિલ્હી હાઈવે સહિત તમામ નેશનલ હાઈવે જામ કરવામાં આવશે. આ બધાની વચ્ચે સરકારના બીજા પ્રસ્તાવની પણ રાહ જોવાશે.

‘સરકાર આંદોલનને દબાવવા માગે છે’
સરકાર ખેડૂતોને મનાવવામાં લાગી ગઈ છે, તો આ તરફ ખેડૂત દેશભરમાં હાઈવે જામ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા મંજીત સિંહે કહ્યું કે, સરકાર અમારા આંદોલનને નબળુ કરવા માંગે છે. પણ આમા સામેલ થવા માટે ઘણા ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે. અમે દિલ્હીના લોકોને પણ સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યાં છે.

‘મંત્રીના નિવેદનથી ખેડૂતોનું અપમાન’
કેન્દ્રીય મંત્રીના નિવેદન અંગે ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે આ દેશના ખેડૂતોનું અપમાન છે. ખેડૂતો તેમના હિત માટે લડી રહ્યાં છે, તેમને બીજી શક્તિ હેરાન ન કરી શકે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ