દિલ્હીના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને નબળી પાડીને જનહિતના કાર્યોને રોકવાની કેન્દ્ર સરકારના ષડયંત્રના વિરોધમાં સુરતમાં આક્રોશ પ્રદર્શન..

715
Published on: 12:00 pm, Sat, 20 March 21
સુરત વિરોધ પ્રદર્શન 

ગુજરાત ના લોકો “આપ” ને ચાહે છે એનો બદલો દિલ્હીના લોકો પાસે થી શા માટે લીધો અમિત શાહ જી?ભાજપ સરકાર કેજરીવાલ સરકાર ના સારા કામો ની નોંધ આખા દેશ માં લેવાઈ રહી છે તેથી ડરી રહી છે જેથી દિલ્હી માં LG ને આગળ કરી ને જનમત ને દબાવવા નું કામ કરી ને લોકશાહી ની હત્યા કરી રહી છે : પાયલ સાકરિયા કોર્પોરેટર

કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાન; દિલ્હીના CM કેજરીવાલને ચૂંટણીમાં પરાસ્ત ન કરી શક્યા અને ભવિષ્યમાં પરાસ્ત કરી શકાશે નહીં એવી ગળા સુધી ખાતરી થવાથી વડાપ્રધાન હવે LG મારફતે કેજરીવાલની પાંખો કાપી લેવા આતુર બની ગયા છે ! દિલ્હીના બોસ કોણ : CM કે LG? દેશની રાજધાની દિલ્હીમાં હવે મુખ્યમંત્રીને શહેરના ‘મેયર’ જેટલી જ સત્તા રહેશે; એટલે કે નામની જ સત્તા રહેશે ! હવે બધાં આખરી નિર્ણયો CM નહી પણ LG- લેફ્ટનન્ટ ગવર્નર-ઉપરાજ્યપાલ લેશે ! 15 માર્ચ 2021ના રોજ સંસદમાં ‘દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક-2021’ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે ! આ બિલ મંજૂર થતાં ‘નોમિનેટેડ’ LG પાવરફૂલ બનશે; અને ઈલેકટેડ CM સત્તાહીન બનશે ! સવાલ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ કોણ; નોમિનેટેડ કે ઇલેકટેડ? કેજરીવાલને પોતાની ભૂલ નડી રહી છે.

જ્યારે કેન્દ્ર સરકારે 2019 માં, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવી બે રાજ્યોનું સર્જન કર્યું ત્યારે કેન્દ્ર સરકારના તે નિર્ણયને કેજરીવાલે સમર્થન આપ્યું હતું. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે જે કર્યું હતું તે હવે કેજરીવાલ સાથે થઈ રહ્યું છે ! તેમની સત્તા નિયંત્રિત થઈ રહી છે ! બિલની જોગવાઈ મુજબ ‘સરકાર એટલે LG’ ! કેજરીવાલ કહે છે કે તો પછી ચૂંટાયેલી સરકારની જરુર શું છે? વડાપ્રધાને દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળાએ પોતાના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે ! પરંતુ વડાપ્રધાનને, દિલ્હી વિધાનસભામાં માત્ર 8 બેઠકો મળી એટલે વડાપ્રધાનનું મન ખાટું થઈ ગયું છે !

આ બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?

[1] મંત્રીમંડળ જે નિર્ણય કરે તે પૂર્વે/ કોઈ નિર્ણય લાગુ પાડતા પૂર્વે LGની ‘સલાહ’ લેવી પડશે !
[2] LG; એ બાબતો નક્કી કરશે કે કઈ કઈ બાબતોમાં પોતાની સલાહ લેવી !
[3] દિલ્હી વિધાનસભાએ બનાવેલ કોઈ પણ કાયદામાં ‘સરકાર એટલે LG’ માનવાનું રહેશે !
[4] દિલ્હી વિધાનસભા કે તેની કોઈ સમિતિ વહીવટી નિર્ણયોની તપાસ કરી શકશે નહીં; આવા નિયમો બનાવેલ હોય તે બધા રદ થઈ જશે !
[5] દરેક ફાઈલ LG પાસે જશે. દિલ્હી વિધાનસભા; LGને પૂછ્યા વિના કોઈ કાયદો કે નિયમો બનાવી શકશે નહીં ! [6] દિલ્હી વિધાનસભાએ પસાર કરેલ બિલને LG મંજૂરી નહી આપે જે વિધાનસભાના ક્ષેત્ર બહારનું હોય ! આવા બિલને LG રાષ્ટ્રપતિની વિચારણા માટે રીઝર્વ રાખી શકશે !
[7] દિલ્હી વિધાનસભાનું કામકાજ લોકસભાના નિયમો મુજબ ચાલશે. વિધાનસભામાં જે વ્યક્તિ હાજર ન હોય; તેની આલોચના કરી શકાશે નહીં !

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317