દિલ્લીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભાજપનો સફાયો, AAPનો ‘ચોગ્ગો’, ભાજપ-0, કોંગ્રેસ 01..

3433
Published on: 7:22 pm, Wed, 3 March 21

દિલ્લીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન

  • MCDના 5 વોર્ડની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ ખાતું પણ ખોલી શક્યું નથી
  • આ પેટાચૂંટણીને આવતા વર્ષે યોજાનાર MCD ચૂંટણીની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી
  • ભાજપને મોં બતાવવા જેવું ન રાખ્યું, 5માંથી 4 સીટ જીતી લીધી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના 5 વોર્ડની પેટાચૂંટણીના પરિણામો આવ્યા છે. આ વોર્ડ 62N (શાલીમાર બાગ ઉત્તર), 8-E (કલ્યાણપુરી), 2-E (ત્રિલોકપુરી), 32N (રોહિણી-સી) અને 41-E (ચૌહાણ બાંગડ) છે. તેમાંથી 4 વોર્ડમાં AAPના ઉમેદવારો વિજેતા થયા છે. માત્ર એક જ વોર્ડ (ચૌહાણ બાંગડ) કોંગ્રેસના ખાતામાં ગયોછે, જ્યારે ભાજપ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યું નથી.

કલ્યાણપુરીથી AAPના ધીરેન્દ્ર કુમારે 7,259 મતોથી જીત મેળવી છે, તેમનો મુકાબલો ભાજપના સિયારામ સામે હતો. શાલીમાર બાગ ઉત્તરથી AAPની સુનિતા મિશ્રા 2,705 મતોથી વિજયી થઈ. ફ્ક્ત એક જ વોર્ડ ચૌહાણ બાંગડથી કોંગ્રેસના ઝુબૈર અહેમદ જીત્યા છે. તેમણે AAPના ઇશરાક ખાનને 10,642 મતોથી હરાવ્યા છે. ત્રિલોકપુરીમાં AAPના વિજય કુમારે ભાજપના ઓમપ્રકાશને 4,986 મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, રોહિણી-સી થી AAPના રામચંદ્રએ ભાજપના રાકેશ ગોયલને 2,985 મતોથી હરાવ્યા છે.

દિલ્હીમાં 5 વોર્ડની પેટાચૂંટણીના પરિણામમાં 4 વોર્ડમાં AAPના ઉમેદવારો વિજેતા થયા છે.

મનીષ સિસોદિયાએ કહ્યું- ભાજપથી જનતા દુખી

પેટાચૂંટણીમાં જીત મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ AAPના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપના શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે યોજાનાર MCD ચુંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અને કામ કરનારી રાજનીતિને લઈને જ આવશે.

દિલ્હી મ્યુનિ.ના 5 વોર્ડમાં થયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 4 વોર્ડમાં જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને એક વોર્ડમાં જીત મળી અને ભાજપને એક પણ બેઠક ના મળી. આમ આદમી પાર્ટીએ ભાજપના કબ્જાવાળી શાલીમાર બાગ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ચૌહાણ બાંગર બેઠક ગુમાવી, જ્યાં કોંગ્રેસે જીત મેળવી છે. આ પેટાચૂંટણીના પરિણામોને આગામી વર્ષે યોજાનાર મ્યુનિસિપાલિટી ચૂંટણી અગાઉ મહત્ત્વપૂર્ણ માનવામા આવી રહ્યાં છે.

AAP, BJP and Congress gear up for Delhi MCD by-polls tomorrow | Hindustan  Times

આપના વિજેતા ઉમેદવાર
1- ત્રિલોકપુરીથી 4986 મતથી વિજય કુમારે જીત મેળવી છે. બીજા નંબર પર ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ રહ્યા.
2- કલ્યાણપુરી વોર્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા. અહીં ધીરેન્દ્ર કુમારને 7043 મતથી જીત મેળવી. બીજા નંબર પર ભાજપ રહ્યું.
3- રોહિણીથી આપના ઉમેદવાર રામ ચંદ્રની જીત.
4- શાલીમાર બાગથી આપના ઉમેદવાર સુનીતા મિશ્રાની જીત.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317