દિલ્હી, મહારાષ્ટ્ર અને UPમાંથી 6 આતંકવાદીની ધરપકડ, મળી ચોંકાવનારી સામગ્રી, પ્રખ્યાત લોકોને કરવાના હતા ટાર્ગેટ..

588
Published on: 9:17 am, Wed, 15 September 21
  • મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ
  • આતંકવાદ સાથે સંડોવાયેલા લોકોની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી
  • દિલ્હીમાંથી 6 આતંકવાદીઓને પોલીસે દબોચી લીધા
  • મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા
  • 2 પાકિસ્તાની હોવાનો થયો ખુલાસો

દિલ્હીની સ્પેશ્યલ સેલે  મોટી કાર્યવાહી કરતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બધાનો સંબંધ આઈએસઆઈ અને અંડરવર્લ્ડ સાથે બતાવવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે બે આતંકીઓની ટ્રેનિંગ પાકિસ્તાનમાં થઇ હોવાની વાત સામે આવી છે. આ બધા પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા છે. સૂત્રોના મતે દિલ્હીની સ્પેશ્યલ સેલે યૂપી એટીએસ સાથે પ્રયાગરાજમાં છાપેમારી કરી તેમની ધરપકડ કરી છે. પ્રયાગરાજના કરેલીમાં આ બધા રોકાયેલા હતા.

આગામી તહેવારોની સિઝનમાં દેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરાવવા પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે 6 આતંકવાદીની ધરપકડ કરી તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હાઈ ક્વોલિટી વેપન્સ જપ્ત કર્યાં છે. ધરપકડ કરાયેલા આતંકવાદી પૈકી 2 આતંકવાદીએ પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલિમ લીધી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસના ઈશારે નવરાત્રી અને રામલીલા સમયે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવા ઈચ્છતા હતા અને માટે આતંકવાદીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરેલી હતી.

આતંકવાદ અને અંડરવર્લ્ડનું યુપી કનેક્શન, દશેરા -દિવાળી પર આ 6 રાજ્યોમાં 15  સીરિયલ બ્લાસ્ટની હતી તૈયારી | lucknow up news terror module and underworld  nexus up connection busted

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી મૉડ્યુલનો મોટો પર્દાફાશ થયો છે. કારણ કે આ પકડાયેલા લોકો પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક પદાર્થ પણ મળી આવ્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ આતંકવાદીઓ દેશના વિવિધ શહેરોમાં મોટા ષડયંત્રની યોજના બનાવી રહ્યા હતા અને આવનારા સમયમાં ગભરાટ ફેલાવવા માટે એક મોટો પ્લાન તૈયાર હતો. આ વાતનો ખુલાસો કરતા સ્પેશિયલ સેલ અને યુપી એટીએસે તમામને પકડી પાડ્યા હતા. આ સાથે, આ લોકો દેશના ઘણા મોટા અને પ્રખ્યાત લોકોને પણ નિશાન બનાવવાના હતા.

આતંકીઓની પૂછપરછમાં પોલીસને ઘણી સાબિતી હાથ લાગી છે. અહીં અલગ-અલગ શહેરોમાં વિસ્ફોટ કરવા અને દહેશત ફેલાવવાની સાથે ઘણા મોટા લોકોને પણ પોતાના નિશાને બનાવીને દેશનો માહોલ બગાડવા માંગતા હતા. સૂત્રોના મતે આવા લોકોમાં રાજનેતાઓની સાથે ઘણા સમાજસેવી અને વેપારીઓના નામ છે. જોકે પોલીસે હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે આ આતંકીઓના નિશાને કોણ-કોણ હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી પાસે 10 ટેકનિકલ ઈનપુટ હતા. સૌથી પહેલા મહારાષ્ટ્રના સલેમને પકડવામાં આવ્યો. બે વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી બે વ્યક્તિ મસ્કત ગયેલી. જ્યાંથી તે જહાજમાં પાકિસ્તાન ગયેલા. ત્યાં ફાર્મ હાઉસમાં રહી વિસ્ફોટકો તૈયાર કરવા અને એકે 47 ચલાવવાની 15 દિવસની તાલીમ લીધી હતી.

આતંકીઓની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. જાણકારી પ્રમાણે આતંકીઓની પાછળ દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસ ઇબ્રાહીમની પણ મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી રહી છે. જાણકારી પ્રમાણે અનીસ ઇબ્રાહીમ આ આંતકવાદીઓને દહેશત ફેલાવવા માટે દરેક પ્રકારની મદદ કરી રહ્યો હતો. ભારતમાં તેમને રૂપિયા, વિસ્ફોટક અને હથિયાર સુધી પહોંચાડી રહ્યો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317