દિલ્હી : સ્કૂટર પર લાશ મૂકીને ફરી રહ્યો હતો વ્યક્તિ, CCTVમાં થયો ખુલાસો, જાણો સમગ્ર માહિતી

667
Published on: 6:25 pm, Wed, 30 December 20
દિલ્હી હત્યા 

દિલ્હીના રોહિણી વિસ્તારના પ્રેમ નગરમાં એક શખ્સની હત્યા કર્યા પછી, લાશ સ્કૂટર પર લઈને ફેરવતો હતો. શેરીઓમાં ચક્કર લગાવ્યા પછી, શબને રોહિણીના એક વિસ્તારમાં ખાલી પ્લોટમાં ફેંકી દેવામાં આવી. પોલીસે સીસીટીવી તસવીરના આધારે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકનું નામ રવિ છે. તેની હત્યા ફક્ત 77 હજાર રૂપિયાના લેણદેણ માટે કરવામાં આવી હતી. અંકિત નામના વ્યક્તિએ પહેલા રવિના માથા પર હુમલો કર્યો અને ત્યારબાદ રવિનું ગળું દબાવીને હત્યા કરી હતી.

 પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકનું નામ રવિ છે. પૈસાની લેતીદેતીમાં અંકિત નામના વ્યક્તિએ રવિની હત્યા કરી નાખી હતી. અંકિત અને રવિ વચ્ચે 77 હજાર રૂપિયાની લેતીદેતી થઈ હતી. અંકિતે પહેલા રવિના માથા પર હુમલો કર્યો હતો, જે બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

ઘટના બાદ આરોપી અંકિતે શબને છુપાવવાની યોજના બનાવી હતી. રવિના મૃતદેહને કોથળામાં મુક્યો અને છુપાવવા માટે યોગ્ય જગ્યાની શોધ કરતો હતો. લગભગ 2 કિલોમીટર સુધી તે લાશ સાથે ફરતો રહ્યો. થોડો સમય ચાલ્યા પછી આરોપીઓએ મૃતદેહને ખાલી પ્લોટમાં દફનાવી દીધો હતો અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો.

બીજી તરફ મૃતક રવિના પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે, સીસીટીવી કેમેરામાં અંકિત નામનો વ્યક્તિ સ્કૂટર પર કોથળામાં કંઇક લઈ જતો જોવા મળ્યો હતો.

 બીજી તરફ રવિ ગુમ થયાની ફરિયાદ તેના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે બાદમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને મળેલા સીસીટીવીમાં અંકિત નામનો વ્યક્તિ સ્કૂટરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને ફરી રહ્યો હતો.

ત્યારબાદ પોલીસે એક પછી એક અનેક સીસીટીવી ફૂટેજ શોધ્યા. સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું છે કે, આરોપી રવિનો મૃતદેહ તે કોથળામાં લઇ જતો હતો અને ત્યારબાદ લાશને ખાલી પ્લોટમાં છુપાવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જે બાદમાં પોલીસે અન્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આરોપી અંકિત હત્યા કર્યાં બાદ રવિની લાશને બોરીમાં બંધ કરીને લઈ જઈ રહ્યો હતો. જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હાલ અંકિતની વધારે પૂછપરછ કરી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ