રત્નકલાકારો ને મદદ કરવામા આવી તેની તમામ વિગતો મીડિયા અને જાહેર જનતા સમક્ષ મુકવા પત્ર પાઠવી માંગ

2153
Published on: 5:48 pm, Mon, 17 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ


જય ભારત સાથે જણાવવાનુ હીરાઉધોગ મા રત્નકલાકારો દિન-પ્રતિદિન પાયમાલી તરફ આગળ વધી રહ્યા છે

કેમ કે મંદી ના કારણે “બેરોજગારી” “આર્થિકતંગી’ “નોકરી માંથી કાઢી મુકવા” “પગાર ઘટાડી દેવા” તથા “કારીગરો નુ માનસિક રીતે શોષણ” કરવા “સહિત ની પીડા રત્નકલાકારો ભોગવી રહ્યા હતા

ત્યા કોરોના વાયરસ આવ્યો અને લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ જેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે અને રત્નકલાકારો પોતાનુ તથા પરિવાર ભરણપોષણ અને ઘર ગુજરાન ચલાવવા માટે અસમર્થ બન્યો છે

કેમ કે એક તરફ કંપની ઓ એ રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવ્યો નથી તો બીજી તરફ સરકારે પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ નહી કરીને સાવ નોંધારા અને રામ ભરોસે રાખ્યા છે

ત્યારે આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન ને લોકડાઉન ના પગાર બાબતે મધ્યસ્થી કરવા અને ફોર્મ નહીં રત્નકલાકારો ના પેટ ભરો અભિયાન હેઠળ તેમના દ્વારા રત્નકલાકારો ના કેટલી વખત ફોર્મ ભરવા મા આવ્યા અને આજ દિવસ સુધી મા કેટલા રત્નકલાકારો ને મદદ કરવા મા આવી તેની તમામ વિગતો મીડિયા અને જાહેર જનતા સમક્ષ મુકવા પત્ર પાઠવી માંગ કરવામા આવી છે

હીરાઉધોગ ના રત્નકલાકારો ને સરકારશ્રી ના પરિપત્ર મુજબ લોકડાઉન નો પગાર મળે એ માટે સતત લડત ચલાવવા મા આવી રહી છે અને સુરત ની 149 મોટી કંપની ઓ કે જેણે રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર નથી ચૂકવ્યો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સરકાર ના જુદા જુદા વિભાગો મા ફરિયાદો કરવા મા આવી છે

અમારી ફરિયાદો ને અનુસંધાને અને સુપ્રીમ કોર્ટ ના વચ્ચગાળા ના આદેશ ને અનુસંધાને સુરત ડેપ્યુટી લેબર કમિશનરશ્રી દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન ને બે બે વાર પત્ર પાઠવી રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર મળે એ બાબતે મધ્યસ્થી કરવા માટે પત્ર પાઠવવા મા આવ્યા છે પણ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજ દિવસ સુધી મા લોકડાઉન ના પગાર બાબતે શ્રમ વિભાગ ને કે અમને કોઈ જ સહકાર આપ્યો નથી જેના કારણે અમારે આ પત્ર લખવા ની ફરજ પડી છે

હીરાઉધોગ ના રત્નકલાકારો ને સરકારશ્રી દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવા મા આવે એવી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરવા મા આવી છે એ બાબતે પણ અમે સુરત ડાયમંડ એસોસિએશન ને સહકાર આપવા માટે વાતચીત કરી હતી પણ તેમણે સહકાર આપવા ને બદલે અમને એવુ જણાવી દીધુ હતુ કે અમે સરકાર ને એ બાબતે રજુઆત કરી છે જો સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરવા ની રજુઆત સરકાર સમક્ષ કરી હોય તો તે રજુઆત નો લેટર જાહેર જનતા અને મીડિયા સમક્ષ જાહેર કરે એવી અમારી માંગણી છે

હીરાઉધોગ ના રત્નકલાકારો ને અત્યારે મદદ ની જરૂર છે ત્યારે દર વખતે ની જેમ આ વખતે પણ સુરત ડાયમંડ એસોસિએશન એ ફોર્મ ભરી રત્નકલાકારો ને રાજી રાખવા નો જે કીમિયો અપનાવ્યો છે એ વાજબી નથી કેમ કે ફોર્મ થી રત્નકલાકારો ના પેટ નહીં ભરાય માટે રત્નકલાકારો નુ ઋણ ચૂકવવા સૌએ આગળ આવવુ જોઈએ એવી અમારી વિનંતી છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097
9265396160
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707
ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો