સુરત : રવિ- સોમ ડાયમંડ ઉધોગ બંધ ના નિર્ણય નો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાયો વિરોધ..

2284
Published on: 10:17 pm, Fri, 19 March 21
સુરત ડાયમંડ સીટી

જય ભારત સાથે જણાવવાનુ કે સુરત મા કોરોના વાયરસ ના કેસો વધી રહ્યા છે એ આપણા સૌ માટે ચિંતા નો વિષય છે પરંતુ કોરોના વાયરસ બાબતે સાવચેતી અને તકેદારી રાખવા ના બદલે હીરા ઉધોગ ને બે દિવસ બંધ રાખવા નો જે નિર્ણય તંત્ર અને અન્ય સંગઠનો દ્વારા લેવાયો છે તે વાજબી નથી

કેમ કે છેલ્લા ઘણા સમય થી હીરાઉધોગ મા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને બેરોજગારી તથા આર્થિકતંગી સહિત ની અનેક સમસ્યાઓ થી પીડાય રહ્યા છે ત્યારે રત્નકલાકારો ની સમસ્યાઓ ઉકેલવા ના બદલે હીરાઉધોગ બંધ કરી ને આપણે એમના પેટ ઉપર પાટુ મારી રહ્યા છીએ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જ્યારે સરકારે લોકડાઉન ની જાહેરાત કરી હતી ત્યારે મોટા ઉપાડે એવી પણ જાહેરાત કરી હતી કે દરેક કંપની એ કામદારો ને લોકડાઉન નો પગાર ચૂકવવો પડશે પરંતુ સરકાર પોતે એ પરિપત્ર નો અમલ કરાવવા મા નિષ્ફળ રહી હતી જેના કારણે આજદિન સુધી હીરાઉધોગ ના રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવાયો નથી.

જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકડામણ મા ફસાય ગયા છે ત્યારે હીરાઉધોગ ને બંધ રાખી ને રત્નકલાકારો ની બરબાદી મા આપણે વધારો ના કરવો જોઈએ

કેમ કે લોકડાઉન દરમિયાન પગાર ના મળવા ને કારણે અસંખ્ય રત્નકલાકારો એ બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના બનાવો બન્યા છે તેમ છતાં સરકારે રત્નકલાકારો ની સમસ્યાઓ ઉકેલવા ને બદલે સમસ્યા ઓ વધારવા નું કામ કર્યું છે તે વખોડવા ને પાત્ર છે

રાજકીય નેતા ઓ ના પાપ ની સજા રત્નકલાકારો સુ કામ ભોગવે થોડા સમય પહેલા નેતા ઓ એ ખૂબ રેલી રેલા સરઘસ અને સભા ઓ કરી ત્યારે નીતિ નિયમો અને કાયદા કાનૂન અને કમિશનર સાહેબ બધા કયા હતા અને સુ કરતા હતા ??

હીરાઉધોગ ના રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવાયો નથી જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટ મા મુકાય ગયા છે અને સરકાર ને અનેક રજૂઆતો કરવા છતાં પણ રત્નકલાકારો ને સરકારે કોઈ જ આર્થિક મદદ જાહેર કરી નથી ત્યારે હવે ફરી હીરાઉધોગ બંધ રાખવા ના નિર્ણય મા ઉધોગકારો અને તંત્ર ફેર વિચારણા કરે અને હીરાઉધોગ ને બંધ રાખવા ને બદલે સાવચેતી અને તકેદારી સાથે ચાલુ રાખવા મા આવે અથવા જો હીરાઉધોગ ને બંધ રાખવો હોઈ તો બે દિવસ નો પગાર રત્નકલાકારો ને આપવા મા આવે એવો નિર્ણય લેવા અમારી નમ્ર વિનંતી છે

દર વખતે ની જેમ જ એસ.એમ.સી.કમિશનર સાહેબશ્રી એ ઘર ના ભુવા અને ઘર ના ડાકલા જેવો ઘાટ કરી ઉધોગપતિઓ સાથે મિટિંગ કરી નિર્ણયો જાહેર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કેમ કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ના પ્રતિનિધિ ઓ ને અંધારા મા રાખી દર વખતે આવી જ રીતે રત્નકલાકારો ની રોજીરોટી ઉપર પાટુ મારવા મા આવે છે એ બાબત નો પણ અમે વિરોધ કરીએ છીએ

*ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત*

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317