11મા દિવસે પણ ફરીથી વધ્યો પેટ્રોલ અને ડીઝલનો ભાવ, જાણો આપના શહેરમાં કેટલે પહોંચ્યો ભાવ..

391

પેટ્રોલ અને ડીઝલ

  • 11મા દિવસે પણ ફરીથી વધ્યો પેટ્રોલ અને ડીઝલનો ભાવ
  • પેટ્રોલમાં 30-31 પૈસાનો થયો વધારો
  • ડીઝલમાં 33-35 પૈસાનો થયો વધારો
  • દિલ્હીમાં પેટ્રોલ પહેલીવાર 90ને પાર

સરકારી તેલ કંપનીઓ સતત 11 મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી ચૂકી છે. આજે ડીઝલની કિંમતમાં 33-35 પૈસાનો વધારો કરાયો છે અને સાથે જ પેટ્રોલની કિંમતમાં 30-31 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલ 90 રૂપિયાને પાર થયું છે.

ટ્રોલ અને ડીઝલના ભાવો (Petrol Diesel Price Hike) રોજેરોજ ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. દેશમાં આજે સતત 11મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 31 પૈસા પ્રતિ લીટર વધીને 90.19 રૂપિયા પર પહોંચી ગયો. જ્યારે ડીઝલ (Diesel Price Today) પણ 33 પૈસા વધારા સાથે 80.60 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર ચાલી રહ્યા છે. નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવની સીધી અસર મોંઘવારી પર પડે છે.

દિલ્હી અને મુંબઈમાં કિંમતો સર્વોચ્ચ સ્તરે

આ બંને શહેરોમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સ્તરે છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.19 રૂપિયા થયો છે તો ડીઝલની કિંમત 80.60 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલની કિંમત 87.67 રૂપિયા પ્રિત લિટર થઈ છે.

જાણો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો

દિલ્હીમાં  ડીઝલની કિંમત 80.80 પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
કોલકત્તામાં  ડીઝલની કિંમત 84.19 પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 91.41 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
મુંબઈમાં  ડીઝલની કિંમત 87.67 પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
ચેન્નઈમાં  ડીઝલની કિંમત 85.63 પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 92.25 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

Image result for પેટ્રોલ

રોજ સવારે 6 વાગે બદલાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમતો

પેટ્રોલ અને ડીઝલની કિંમતો રોજ સવારે 6 વાગે નક્કી કરાય છે. સવારે 6 વાગ્યાથી નવી કિંમત લાગૂ કરાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડવાથી તેનો ભાવ બમણો થાય છે. વિદેશી મુદ્રાદરો સાથે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કરાય છે.

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

Image result for પેટ્રોલ

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317