દિવાળી બોનસ આપવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ની માંગ કલેકટર સાહેબ શ્રી આગેવાનીમાં કમીટીની રચના કરવામાં આવે

1362
Published on: 3:35 pm, Mon, 2 November 20

સુરત ગુજરાત

જય ભારત સાથે જણાવવાનુ કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જે લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે

કેમ કે સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે લોકડાઉન મા કામદારો ને પગાર ચૂકવવો પડશે પણ સરકાર પોતાના નિર્ણય નો અમલ હીરાઉધોગ સહિત ક્યાંય કરાવી શકી નથી અને હાલ લોકડાઉન નો કેસ સુપ્રીમ કોર્ટ મા ખૂબ ધીમી ગતિ એ ચાલી રહ્યો છે

લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ને પગાર ચૂકવવા મા ના આવતા ભારે આર્થિકતંગી મા ફસાય ગયા છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ કરવા મા આવી નથી અને સાવ નિરાધાર અને રામ ભરોસે છોડી દેવા મા આવ્યા છે

જેના કારણે લોકડાઉન દરમિયાન અંદાજે 15 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે.

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને સરકાર શ્રી દ્વારા કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી કે કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાન નો પગાર આપવામાં આવ્યો નથી હીરાઉધોગમાં માર્કેટ અત્યારે સારૂં ચાલી રહ્યું હોય ને પોલીસિગ ડાયમંડ ની માંગણી ઈન્ટરનેશનલ માર્કેટ માં માંગ હોય તેવી પરિસ્થિતિ માં હીરાઉધોગમાં કામ રત્નકલાકારો ને દિવાળી બોનસ કંપનીઓ દ્વારા આપવામાં આવે તે માટે સુરત કલેકટરશ્રી” લેબર ડેપ્યુટી કમિશનર શ્રી “ઔઘોગિક સલામતી સુરક્ષા એટલે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ..

ત્યારે આજરોજ ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી ડેપ્યુટી લેબર કમિશનરશ્રી તથા સંયુક્ત નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવા મા આવી છે કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને દિવાળી એ બોનસ એકટ મુજબ નુ બોનસ મળવુ જોઈએ એવી અમારી માંગણી છે

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને લેબર કાયદા મુજબ બોનસ ચૂકવવા મા આવે એના માટે કલેકટરશ્રી ના નેતૃત્વમા એક સમિતિ બને અને તેમા ડેપ્યુટી લેબર કમિશનરશ્રી તથા સંયુક્ત નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને સભ્ય બનાવી રત્નકલાકારો ને બોનસ મળે એ બાબતે પ્રયત્ન કરવા મા આવે એવી અમારી માંગણી છે.

કેમ કે હીરાઉધોગ ના રત્નકલાકારો ના પગાર 25% થી 35% સુધી ઘટાડી દેવા મા આવ્યા છે રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવવા મા નથી આવ્યો તથા રત્નકલાકારો ને સરકારશ્રી દ્વારા પણ કોઈ સહાય કે મદદ કરવા મા આવી નથી

ત્યારે હીરાઉધોગ મા હાલ તેજી નુ વાતાવરણ હોવા છતાં રત્નકલાકારો ના પગાર મા કોઈ જ વધારો કરવા મા આવ્યો નથી માટે અમારી માંગણી છે કે રત્નકલાકારો ને દિવાળી એ બોનસ ફરજિયાત ચૂકવવા મા આવવો જોઈએ

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા
મો.8758806097

ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક
9978438830

પ્રવક્તાશ્રી ભરતભાઈ હડિયા
7487877707

ઓફીસ:2116 ધ પેલેડીયમ મોલ યોગી ચોક વરાછા રોડ સુરત

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.