ડ્રેગન ફ્રૂટ બન્યું ગુજરાતી, હવે ઓળખાશે ‘કમલમ્’ના નામે, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી..

682
Published on: 6:25 pm, Wed, 20 January 21
ડ્રેગન ફ્રૂટ કમલમ્

દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામથી જાણીતું ફળ હવે ગુજરાતમાં કમલમ ફ્રૂટથી ઓળખાશે.ગુજરાતન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, તેથી આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ્ પરથી રાખવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયા પર પર આ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના કચ્છ, દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા પાયે ખેતી કરી રહ્યા છે. ગુજરાત સરકારનું માનવું છે કે ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. આ કારણે તેનું નામ ગુજરાતમાં કમલમ્ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી પણ થોડા મહિના પહેલા તેમના રેડિયો સંબોધનમાં ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ કરી ચુક્યા છે. ગુજરાતમાં ભાજપની ઓફિસનું નામ પણ કમલમ્ છે.

કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર 

ખેડૂતોનો પક્ષ લેતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોની ચિંતા કરવાની જરૂરી છે તો શિક્ષણના સુધારા માટેની રાજ્યમાં જરુર હોવાની વાત પણ કરી હતી.

CM વિજય રૂપાણી જાહેર કરી હોર્ટિકલચર પોલિસી

CM વિજય રૂપાણી આજે ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી. CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષદ્યિય પકો લેવા લાયક બનાવવામાં આવશે. જેથી જમીન વધશે. રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતુ કે, ડ્રેગન ફ્રૂટ એવું નામ શોભતું નથી. આ ફળ મૂળ ચીનનું નથી પરંતુ આપણે ત્યાં ઘણાં વર્ષોથી ઉગે છે. કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી અમે તેને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે. આ નામ માટેની પેટન્ટ મેળવવાની પ્રક્રિયા ચાલું છે. પેટન્ટ જ્યારે મળશે ત્યારે પણ અત્યારથી જ અમે તેને કમલમ તરીકે ઉલ્લેખવાનું શરૂ કરી દીધું છે.

‘કચ્છમાં લગભગ 150 ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે’

ગુજરાતના જંગલ ખાતા દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)ને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. અધિકારીઓ અને ખેડૂતોનું કહેવું હતું કે, આ ફ્રૂટનો આકાર અને દેખાવ કમળ જેવો છે, તેથી તેનું નામ ‘કમલમ્’ રાખવું જોઈએ. જણાવી દઈએ કે, કચ્છમાં લગભગ 150 ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે. કચ્છમાં 275 એકરમાં ડ્રેગનનો મબલખ પાક લેવામાં આવે છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ફળનું વિદેશી નામ હોતા કમલમ ફ્રૂટ તરીકે નામ રાખવા ગત જુલાઈએ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317