સુરત : થર્ટી ફર્સ્ટ : નવા વર્ષની નાઈટમાં ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો યુવાન, દાદર પરથી પટકાતા થયું મોત

1436
Published on: 6:41 pm, Fri, 1 January 21
સુરત ગુજરાત

થર્ટી ફર્સ્ટનાં દિવસે સમગ્ર રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો હતો. બુટલેગરો અવારનવાર સમગ્ર રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની નાઈટમાં ઉજવણી કરી અને દારૂ પીને ઘરે આવેલો યુવાન દાદર પરથી અચાનક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવાર યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા પણ યુવાને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત થયું હતું. યુવાનના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના સુરત શહેરમાં આવેલ લિંબાયત વિસ્તારના શંકર નગરમાં નવા વર્ષની મધરાત્રે દારૂ પી ને દાદર પરથી પટકાયેલ યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તેની પહેલાં જ મોત થયું હતું. નાનાભાઈ એ મારામારીની વાતચીત કરતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. જો કે, મરનાર ચંદુ કોટા દારૂનો બંધાણી હોવાનું સામે આવતા પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Alcohol Mini Party in Surat before December 31

થર્ટી ફર્સ્ટની નાઈટને બાય બાય કરવા સાથે નવા વર્ષને વેલકમ કરવા માટે યુવા હૈયા થનગની રહ્યા હોય છે. ક્યારેક ઉજવણીમાં દારૂની મહેફિલ પણ થતી હોય છે. ગતરોજ થર્ટી ફર્સ્ટની નાઈટમાં નવા વર્ષની ઉજવણીમાં ચિક્કાર દારૂ પી ચંદુ મધરાત્રે 3 વાગે ઘરે આવ્યો હતો. દરવાજો ખખડાવવામાંએ દાદર પરથી નીચે પટકાયો હતો. પરિવારને આ બાબતની જાણકારી થતા તેની માતા આ યુવાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જોકે આ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત થયું હતું. સુરતના લિંબાયતના શંકર નગરમાં રહેતો ચંદુ કોટા કાપડની દુકાનમાં કામ કરીને પરિવારને મદદ કરતો હતો

મૃતક કાપડની દુકાનમાં કામ કરતો હતો 

મૃતકનાં નાનાભાઈ વમશી કોટાનું જણાવવું છે કે, ચંદુ કાપડની દુકાનમાં કામ કરી રહ્યો હતો. કુલ 4 દિવસ નોકરી કરીને 10 દિવસ આરામ કરવાની ખરાબ લત હતી. ગુરુવારે નવા વર્ષની ઉજવણીમાં ચિકાર દારૂ પી ને ચંદુ મધરાત્રે 3 વાગ્યે ઘરે આવ્યો હતો. દરવાજો ન ખોલતાં દરવાજા ખખડાવવામાં એ દાદર પરથી નીચે પટકાઈ ગયો હતો.

List of permitted foreign liquor shops in Gujarat for permit holders | DeshGujarat

સારવાર મળે તેની પહેલા મોત 

ઈજાગ્રસ્ત થયેલ ચંદુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ બજાવી રહેલ તબિબો દ્વારા ચંદુને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ચંદુના ભાઈએ માર મારીની વાત કરી હોવાને કારણે પોલીસે મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ મૂકાવ્યો છે. ચંદુ એક ભાઈ અને માતાની સાથે રહેતો હતો.

હોસ્પિટલમાં તબીબોએ ઘટના બાબતે પૂછતાં મૃતક યુવાનના ભાઈએ મારામારીની વાત કરી હોવાથી તબીબોએ આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ તાત્કાલિક દોડી આવીને ફરિયાદ લઇને વધુ તપાસ શરુ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ