પેટા ચૂંટણી
પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોરબીમાં એક જાહેર સભા વગર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતા દલિતો રોષે ભરાયા હતા. અમદાવાદ શહેરમાં મંગળવારની મોડી રાતે દલિત સંસ્થાના કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી નું પૂતળુ સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વની વાત એ છે કે,દલિતોના આક્રોશને પગલે આખરે નાયબ મુખ્યમંત્રી એક ટ્વીટ કરીને માફી માગવી પડી હતી.જેથી આખો મામલો શાંત પડ્યો હતો.
અમદાવાદઃ તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સંદર્ભે જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કરતા દલિત સમાજના લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વ. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સંદર્ભે કરેલી ટિપ્પણીથી દલિત સમાજ ખફા થયો છે અને ઠેરઠેર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે પોલીસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામેના વિરોધને કારણે તેમના નિવાસ, ઓફિસ અને અમદાવાદ શહેરમાં સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નીતિન પટેલના ઘરની પાસે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. બીજી તરફ, કોઈ વ્યક્તિ સરકારી કચેરી પાસે આવીને કોઈ હંગામો ન મચાવે એ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી ના જાતિ વાચક શબ્દ નો પ્રયોગ કરતા સમગ્ર સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યમંત્રી નો ભારે વિરોધ થયો હતો.નીતિન પટેલના કાર્યક્રમનો પણ વિરોધ કરવાની તૈયારી કરી હતી અને આ ઘટનાના પગલે અમદાવાદ પશ્ચિમમાં નીતિન પટેલના નિવાસસ્થાને પોલીસ પેટ્રોલિંગ સધન બનાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
મીડિયામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન મોરબી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સંદર્ભે દલિત સમુદાય માટે જાતિ સૂચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય દલિત પેંથરે અખબારી યાદીમાં ચેતવણી આપી હતી કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમણે ઉપયોગ કરેલા પ્રતિબંધિત શબ્દો બદલ 24 કલાકમાં જાહેરમાં માંફી માગે. જો 24 કલાકમાં માફી નહીં માગવામાં આવે અને દલિત સમાજની અવગણના કરવામાં આવશે તો 3 નવેમ્બર 2020ના રોજ સાંજે 6 કલાક પછી સમગ્ર રાજ્યમાં પૂતળાદહન કાર્યક્રમ કરાશે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી, તેઓ જ્યાં જ્યાં જાહેર કાર્યક્રમમાં જશે ત્યાં ત્યાં ભીમસૈનિકો વિરોધ નોંધાવશે, જેની સંપૂર્ણ જવાબદારી નીતિન પટેલની રહેશે. પરંતુ એ મજુબ નહીં થતાં દલિત સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
દલિત પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર ની રાતે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર અને કૃષ્ણનગરમાં દલિત સંસ્થાના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને આ ઉપરાંત નીતિન પટેલ ના પૂતળા સળગાવી રોષ ઠાલવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી સામે એટ્રોસીટીની ફરિયાદ
મોરબી જિલ્લાના વાઘપર ગામે નીતિન પટેલે જાહેર સભામા અનુ જાતિ સમાજ સામે ગેરબંધારણીય શબ્દો જાહેર મા બોલી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ઉપર ગેરબંધારણીય શબ્દો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો તેની સામે ધોરણસર ફરિયાદ દાખલ થાય તેવી માંગ ઉઠી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે એટ્રોસિટીની કલમ-3 (1) (R) (S) મુજબ ગુન્હો નોંધાવવા અમરેલી જિલ્લાના અનુ.જાતિ ના યુવા આગેવાન શ્રી એ. બી. ચાવડા ઉર્ફ વિકી દ્રારા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવામાં આવી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.