- 15મી ઓગસ્ટ બાદ વર્ગો શરૂ કરવા લેવાશે નિર્ણય,
- કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પ્રતિક્રિયા,
- કેબિનેટની બેઠકમાં ધો.6-8નાં વર્ગો શરૂ કરવા થઇ ચર્ચા,
- ધો.9-12નાં ઓફલાઇન વર્ગો શાળામાં યથાવત
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 6 થી 8નાં ઓફલાઈન વર્ગો (offline class) શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, હાલ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી. 15 મી ઓગસ્ટ પછી ધોરણ 6 થી 8 ની સ્કૂલ ખૂલવા સંદર્ભે નિર્ણય રાજ્ય સરકાર કરશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠક હવે પૂર્ણ થઇ ગઇ છે. કેબીનેટ બેઠક બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી અને ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યનાં પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી. વળી તેમણે થોડા દિવસો પહેલા રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઇને કહ્યુ કે, તૌકતે વાવાઝોડામાં રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતા વધુ સહાય આપી છે. તેથી હવે રિ-સરવેની કામગીરી હાથ નહિ ધરાય. ખેડૂતોને સંતોષ થાય તે રીતે બધી કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે નહીં.
મુખ્યમંત્રીની સરકારના પાંચ વર્ષની ઉજવણી વિશે તેમણે કહ્યું કે, સરકારે સફળતાના પાંચ વર્ષ પુરા કર્યા તે નિમિત્તે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન કામનો હિસાબ આપવા માટે અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે નવ દિવસના સેવાયજ્ઞનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. 3 ઓગસ્ટે પ્રધાનમંત્રી અને 7 ઓગસ્ટે ગૃહમંત્રી તેમાં જોડાયા હતા. પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ બંને મહાનુભાવોએ અભિનંદન અને શુભેચ્છા આપી. 2 ઓગસ્ટે મુખ્યમંત્રીના જન્મદિવસને સંવેદના દિવસ તરીકે સેવા યજ્ઞના રૂપમાં ઉજવ્યો. પાંચ વર્ષની ઉજવણીના સફળ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ કેબિનેટમાં અધિકારીઓને પણ અભિનંદન આપ્યા છે
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317