હાલમાં શિયાળાની ઋતુ શરૂ થતાંજ શાળાઓ દ્વારા બાળકો પર ચોક્કસ રંગના સ્વેટરની મનમાની શરૂ કરી દેવામાં આવશે. ત્યારે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી.
સ્વેટરને લઈને શાળા દબાણ નહિ કરી શકે
રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
રાજ્યની શાળાઓને શિક્ષણમંત્રીની સૂચના
હવે ગુજરાતના શિક્ષણમંત્રીએ જ પરિપત્ર કરીને રાજ્યની શાળાઓને સૂચના આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોને ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ નહીં થાય. વાલીઓ મરજી મુજબ બાળકોને સ્વેટર પહેરાવી શકશે. બાળકો ઠંડીથી રક્ષણ મળે તેવા સ્વેટર પહેરી શકશે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ શાળાઓને સૂચના આપી છે. તેમણે કહ્યું કે સ્વેટરના કલર કે ડિઝાઈનથી શાળાની શોભા ના વધી શકે. સ્વેટરના ડ્રેસકોડ કરતા બાળકોનું આરોગ્ય વધારે જરૂરી છે. વાલીઓ પોતાના બાળકોને ઈચ્છે એવા પ્રકારના ગરમ વસ્ત્રો પહેરાવી શકશે. જો શાળા દબાણ કરે છે તો શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલવામાં આવશે.
શિયાળામાં ગરમ કપડાને લઈ અમદાવાદ DEOનો શાળાઓને પરિપત્ર
અમદાવાદમાં શિયાળાની શરૂઆત થતા DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેમાં ગરમ કપડા અંગે DEO એ તમામ શાળાઓને પરિપત્ર કર્યો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે. તેમજ ગણવેશનાં સ્વેટર પણ ચોક્કસ દુકાનથી ખરીદવા શાળાઓ દબાણ નહી કરી શકે. વિદ્યાર્થીઓ ઘરેથી જે ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ ગરમ કપડાં અંગે વિદ્યાર્થીઓને હેરાન કરનાર શાળાઓ સામે કડક પગલાં લેવાનો પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
કોમેન્ટ માં ઓમ શાંતિ લખી શ્રધાંજલિ આપીએ
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
ફેસબુક પેજ – https://www.facebook.com/gujaratupdatenews/
મોબાઈલ માં ન્યૂઝ માટે વોટ્સેપ કરો આ નંબર પર : +91 98247 23317